Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોનના ડરથી વડોદરાના ખાનગી ડોક્ટરોએ ક્લિનિક બંધ કરી ઘરે જ રહેવાનો નિર્ણય કર્યો

વડોદરા: શહેરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે છેલ્લા બે દિવસથી મોટાભાગના ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલો બંધ થઇ જતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. હવે સામાન્ય બિમારીમાં પણ લોકોએ મેડિકલ સ્ટોર પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ આવી ગઇ છે.

લોકડાઉન દરમિયાન અધિકારીઓની ટૂંકી બુધ્ધી પર ચાલતી સરકારી વ્યવસ્થામાં અનેક ખામીઓ જોવા મળી રહી છે જેમ કે લોકડાઉન દરમિયાન લોકો બિમાર પડે તો તેની કાળજી કોણ લેશે ? કેમ કે બે દિવસથી તો વડોદરાના મોટાભાગના ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલોએ લોક મારી દીધા છે. 

આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ કે ડોક્ટરોને પણ હવે કોરોનાનો ડર લાગ્યો છે. મોટાભાગની હોસ્પિટલો અને દવાખાનાઓમાં તપાસ માટે આવતા દર્દીઓને બેસવા માટે એટલી જગ્યા નથી હોતી કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઇ શકે એટલે જો ભીડ થાય અને તેમાં કોઇ કોરોનાનું દર્દી હોય તો અન્ય દર્દીઓને, દવાખાના-હોસ્પિટલના સ્ટાફને અને ખુદ ડોક્ટરને પણ કોરોના લાગુ પડી શકે છે. આ શક્યતાઓને પગલે ડોક્ટરોએ હવે વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ પસંદ કર્યો છે. 

(5:56 pm IST)