Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

વડોદરાના જીઆઇડીસી મેઈન રોડ પર મસ્જિદ પાસે સામાજિક પ્રસંગનું આયોજન કરી મોટી સંખ્યામાં લોકોને એકઠા કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી

વડોદરા:શહેરના જીઆઇડીસી મેઇન રોડ પર રઝા મસ્જિદ પાસે સામાજિક પ્રસંગનું આયોજન કરી મોટી સંખ્યામાં લોકો ભેગા કરનાર શખ્સ સામે માંજલપુર પોલીસે કાર્યવાહી કરી અટકાયતી પગલા લીધા હતાં.

આ અંગેની વિગત એવી છે કે  હાલમાં કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા છે. એટલું જ નહી પરંતુ જાહેરમાં ચારથી વધુ વ્યક્તિઓને ભેગા નહી થવા તેમજ કોઇપણ પ્રસંગ, લોક મેળા, સભા નહી યોજી લોકોને ભેગા નહી કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જીવલેણ રોગ સામે રક્ષણ આપવા માટેના આ કાયદાનો કેટલાય લોકો ભંગ કરી રહ્યા છે.

(5:56 pm IST)