Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

વડોદરામાં કોરોનનો ફેલાવો અટકાવવા પોલીસ દ્વારા પગલાં લેવામાં આવતા લોકોએ ઘરમાંજ રહી પતંગોત્સવની ઉજવણી કરવા લાગ્યા

વડોદરા: શહેરમાં કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા છે. લોકડાઉનના કારણે છેલ્લા ઘણા દિવસોથી ઘરમાં કેદ લોકો  હવે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને હળવા થવા માટે નવા રસ્તાઓ અપનાવવા લાગ્યા છે.

ઘરમાં રહીને લોકો વિવિધ ગેમો રમીને તેમજ ટીવી જોઇને કંટાળી જતા કારેલીબાગ વિસ્તારની એક સોસાયટીના લોકોએ એકબીજા વચ્ચે અંતર જાળવીને પોતાની અગાસી પર સાંજે ચડીને પતંગ ચગાવવાનો આનંદ લીધો હતો. જાન્યુઆરીમાં ઉત્તરાયણનો ઉત્સવ પૂર્ણ થઇ ગયો હોવાથી લોકોએ પોતાની પતંગ દોરા માળીયા પર ચડાવી દીધા હતાં. જો કે સયાજી સોસાયટીના લોકોએ પોતાની અગાસી પર જ રહીને પતંગ ચગાવવાનું આગોતરુ આયોજન કર્યું હતું.

(5:55 pm IST)