Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણોસર ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચતા ખેડૂતો ચિંતાતુર બન્યા

બનાસકાંઠા:રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગત મોડી રાત્રીએ ગાજવીજ સાથે કમોસમી વરસાદે આગમન કર્યું. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે કારણકે તેમનો ઉભો પાક પણ પલળી ગયો છે.

લોકડાઉનને કારણે તેમણે સંગ્રહ કરેલું અનાજ પણ વેચાઈ નથી રહ્યું. જેથી ખેડૂતોની પણ માગ છે, કે સરકાર આ સમયે તેમના માટે પણ વિશેષ સહાયની જાહેરાત કરે. અરવલ્લી પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડાસા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા ઘઉં, ચણા, જીરૂ, વરિયાળીના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. સમગ્ર અરવલ્લી પંથકમાં કમોસમી વરસાદથી ઉભો પાક પલળી જતા ખેડૂતો ચિંતિત છે. 

(5:55 pm IST)