Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

હવે હાઈવે ઉપરની અવર-જવર બ્લોક કરી દેવાશે : શિવાનંદ ઝા

ભીડ વધતા ૨ જગ્યાએ માર્કેટ બંધ

અમદાવાદ, તા. ૨૭ : રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે હવે હાઈવે ઉપર પણ અવર - જવર સંપૂર્ણ બ્લોક કરી દેવામાં આવશે.

          રાજયના પોલીસવડા શ્રી શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યુ છે કે જાહેરનામા ભંગના ગુના બદલ આજ સુધીમાં કુલ ૧૬૫૩ ગુના નોંધાયા છેગઈકાલે ૬૧૫ ગુના નોંધાયા હતા. તેઓએ જણાવેલ કે ડ્રોનનો ઉપયોગ અમે વધુને વધુ કરીશુ. ગામડાના લોકોને અપીલ કરી કહ્યુ હતુ કે તેઓ ગામના આગેવાનો સાથે રહી બહારના લોકોને ગામમાં પ્રવેશ કરાવે. ગઈકાલથી રાજયના તમામ હાઈવે બ્લોક કરી નાખ્યા છે. લોકોએ બિનજરૂરી બહાર નીકળવુ નહિં. જીવન રૂરીયાતની વસ્તુ લેવા બહાર નીકળે. જો ખોટુ કારણ દર્શાવશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામા ભંગના ૩૪૨ ગુના નોંધાયા છે. કોરોન્ટાઈન કરેલ લોકો કાયદાનો ભંગ કરેલ હોય તેવા ૨૭૨ સામે પણ પગલા લેવાયા છે. ગઈકાલે ૬૧૫ ગુના નોંધાયા હતા. આજ સુધીમાં કુલ ૧૬૫૩ ગુના નોંધાયા છે. અત્યાર સુધીમાં ૩૪૪ આરોપીઓની અટક કરવામાં આવી છે. તંત્ર દ્વારા શહેર અને જીલ્લાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તમામ પોલીસને કામે લગાડીને કાયદાનો અમલ કરાવવામાં આવે. પોલીસને માસ્ક અને ગ્લોઝ તંત્ર દ્વારા આપવામાં આવી રહયા છે. ગુજરાતનો હેલ્પલાઈન નંબર ૧૦૭૭ છે. જે ગુજરાતમાં રહેલા લોકો માટે છે. સિવાય ૧૦૦ અને ૧૦૪ નંબર પણ ઉપયોગમાં લઈ શકાય છે.

તેમણે કહેલ કે ગુજરાતના તમામ વિસ્તારોમાં લોકડાઉનની અસર જોવા મળે છે. ભીડ વધતા સ્થળે માર્કેટ બંધ કરાવાયેલ છે.

રાજય સરકારે ૧૦૭૭ નંબર ઉપર હેલ્પલાઈન પણ રૂ કરી છે. રાજયના અન્ય શહેરોમાં પણ ડ્રોનથી વાહનોની મૂવમેન્ટ ઉપર બાજ નજર રખાશે.

ડીજીપી શ્રી ઝાએ ગ્રામ્ય પંથકના સરપંચો - આગેવાનોને સહકાર આપવા હાકલ કરેલ. પ્રત્યેક ગામ સુધી પોલીસ પહોંચી શકતી નથી ત્યારે સરપંચો - આગેવાનોનો સહકાર અનિવાર્ય છે. શ્રી શિવાનંદ ઝાએ કહ્યુ કે બિનજરૂરી ઘર બહાર નીકળો. ખોટુ બોલી બહાર નીકળશો તો પરિણામો ભોગવવા તૈયાર રહેવું.

પોતાના વતન જતા ૧૮૦૦ને રસ્તામાં રોકવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ૨૨ના વાહન જપ્ત કરાયા છે

(5:28 pm IST)