Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૫૧ લાખ જાહેર કરતુ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ

ચારેય ઝોન રૂ. ૧૨ લાખ ૭૫ હજારનો ચેક જિલ્લા કલેકટરશ્રીને અર્પણ કરશે

રાજકોટ, તા. ૨૭ :. વિશ્વભરમાં કોરોના વાયરસે મહામારી સર્જી છે ત્યારે અનેક સંસ્થાઓ મુખ્યમંત્રી રાહત ફંડમાં ઉદાર હાથે ફંડ આપી રહી છે. રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રૂ. ૫૧ લાખના ફંડની જાહેરાત કરવામાં આવી છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શૈક્ષણિક સંસ્થાને દાન સહયોગી બનવા અપીલ કરી હતી. તેના પગલે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ મુશ્કેલ પરિસ્થિતિની ઘડીએ દરેક જિલ્લા સંચાલક મંડળ પ્રમુખોને મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ માટે આહ્વાન આપ્યુ હતું. જેને માત્ર બે જ દિવસમાં રૂ. ૫૧ લાખની દાનની રકમ એકત્ર કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મુખ્યત્વે રાજકોટ, અમદાવાદ, વડોદરા, રાજકોટ ઝોનવાઈઝ રૂ. ૧૨ લાખ ૭૫ હજાર એકઠા કરવામાં આવી રહ્યા છે.

આ તકે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યુ છે કે આ રકમ એકત્ર કરવામાં રાજકોટ ઝોન ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, અજયભાઈ પટેલ, ડી.વી. મહેતા, અર્ચિતભાઈ ભટ્ટ, રાજાભાઈ પાઠક, સવજીભાઈ પટેલ, મહામંત્રી રાજેશભાઈ નાકરાણી, પ્રવકતા ડો. દિપક રાજ્યગુરૂ, ભાવનગરના મનહરભાઈ, વડોદરાના ઝોન ઉપપ્રમુખ - મંડળના તમામ સદસ્યો પ્રત્યે આભાર માન્યો છે.

(3:53 pm IST)