Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

૨૬૩૯ મેટ્રીક ટન ઘઉંનો જંગી જથ્થો વડોદરામાં પહોંચી ગયો

ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના વેરહાઉસમાં જથ્થો : લોકડાઉનનો કડક અમલ કરાવવા આરએએફ કંપનીએ ફૂટ માર્ચ કરી : વડોદરા જિલ્લામાં ૩૬ ટકા ઘરોનું સર્વેક્ષણ

અમદાવાદ,તા. ૨૬ : વડોદરામાં પણ કોરોના પોઝિટિવના આઠ કેસો આવ્યા છે ત્યારે સરકાર  અને સ્થાનિક તંત્ર લોકડાઉનની સાથે સાથે તમામ આરોગ્યવિષયક અને લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટેના પ્રયાસમાં લાગ્યા છે. ખાસ કરીને, રાજ્યમાં લોકડાઉન દરમિયાન અનાજના પુરવઠા પહોંચી વળવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. જેને પગલે આજે ૫૦ ગાડીઓમાં ૨૬૩૯ મેટ્રીક ટન ઘઉંનો સ્ટોક મધ્યપ્રદેશથી વડોદરા લાવવામાં આવ્યો છે. જેને ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના વેર હાઉસમાં મોકલી આપવામાં આવ્યો છે. ઘઉંનો સ્ટોક મધ્યપ્રદેશના હરડાથી લાવવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં શાકભાજી માર્કેટોમાં ભીડ થતાં પોલીસે કડક બજાર અને ચોખંડી શાકમાર્કેટ બંધ કરાવ્યું હતું.

          આ ઉપરાંત લોકડાઉનનો કડક અમલ કરાવવા ઇછહ્લની કંપનીએ ફૂટ માર્ચ કરી હતી. કોરોના વાઈરસના હાહાહારને પગલે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૭૫૨ ટીમો દ્વારા ઘર મુલાકાત કરીને સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૩૬ ટકાથી વધુ ઘરોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની સૂચના પ્રમાણે જિલ્લા આરોગ્ય વિભાગે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેક્ષણ એટલે કે ઘર મુલાકાત અને આરોગ્યલક્ષી તપાસ રૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાની કુલ ૧૪.૫૬ લાખની વસ્તી પૈકી .૨૭ લાખથી વધુ વસ્તીનું સ્ક્રિનિંગ અને . લાખથી વધુ ઘરોનો સર્વે પૂર્ણ કર્યો છે. કુલ ૩૬.૨૨ ટકા કુટુંબોનું સર્વેક્ષણ પૂર્ણ થયું છે.

         વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે લોકડાઉનમાં ખંડેરાવ માર્કેટમાં ભીડ થતી હોવાથી ત્યાંથી હોલસેલ શાકભાજી માર્કેટને ખસેડીને પોલો ગ્રાઉન્ડમાં ખસેડવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ સાવચેતીના ભાગરૂપે આજે શાકભાજી, ફ્રૂટ અને ફૂલ બજારને પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડવાનો નિર્ણય કર્યો હતો. તો બીજીબાજુ, વડોદરા શહેરમાં લોકડાઉનને પગલે સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી. કોરોના વાઈરસ કંટ્રોલમાં આવ્યા બાદ ચૂંટણીની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

(8:50 am IST)