Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

મોડીરાત્રે અમદાવાદના વાતાવરણમાં પલટો : અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ

બોપલ, ઘુમા, એસજી હાઈવે, બોડકદેવ, બોપલ, શિવરંજની, જીવરાજપાર્ક, જમાલપુર,સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

અમદાવાદઃ  રાજ્યભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે બીજી તરફ અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યમાં કેટલિક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો છે. અમદાવાદના બોપલ, ઘુમા, શિવરંજની, જોધપુર, જીવરાજ પાર્ક સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. 

 

અમદાવાદમાં રાત્રે 10.40 કલાક આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. શહેરના, એસજી હાઈવે, બોડકદેવ, બોપલ, શિવરંજની, જીવરાજપાર્ક, જમાલપુર, જોધપુર સહિતના ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો.

(11:20 pm IST)
  • અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ લોકડાઉન સુધી સ્થગિત : 4 એપ્રિલની ટ્રસ્ટીઓની બેઠક કેન્સલ : રામલલ્લા ટેન્ટમાંથી નવા કામચલાઉ મંદિરમાં બિરાજમાન access_time 7:06 pm IST

  • અમદાવાદમાં આરએએફ ટુકડીઓ ગોઠવી દેવામાં આવી : લોકડાઉનને પગલે અમદાવાદમાં રેપીડ એકશન ફોર્સ- આરએએફની ટીમ ગોઠવી દેવાઇઃ અમદાવાદમાં સવારથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આરએએફની ટીમે શરૂ કર્યું ફલેગમાર્ચ access_time 1:06 pm IST

  • મહામારીના સમયમાં સ્થળાંતર ના કરશોઃ ગુન્હો બને છેઃ શિવાનંદ ઝા : ગુજરાતના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ શ્રી શિવાનંદ ઝાએ કહયું છે કે હાલની કોરોના મહામારીના સમયે સ્થળાતંર નહિ કરશો, ગુન્હો બને છે. રાજયના સુરત, રાજકોટ સહિતના મોટા શહેરોમાંથી પર પ્રાંતીય લોકો વતન તરફ ભાગવા લાગ્યા છે તે સંજોગોમાં રાજયના પોલીસ વડાની આ જાહેરાત ખુબ મહત્વની છે. આજથી ગુજરાતમાંથી સ્થળાંતર સંપૂર્ણ બંધ છે. access_time 11:32 am IST