Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

રાજ્યમાં લોકસભા ચૂંટણી મામલે 33,431 લોકો સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ: 4.90 કરોડનો દારૂ જપ્ત

રાજ્યભરમાંથી 49458 જેટલા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા

 

અમદાવાદ :લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યમાં કાયદો વ્યસ્વ્સ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવાઈ રહ્યાં છે. અંગે રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૯૨૫ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૪૯,૪૫૮ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે ૩૩,૪૩૧ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે ,૧૨,૩૦૫ વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે.

 ડૉ એસ. મુરલી કૃષ્ણાએ કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે. ચૂંટણી જાહેરનામાની તારીખથી એટલે કે તા. ૨૮.૦૩.૨૦૧૯થી સમગ્ર રાજયમાં ૬૩૯ જેટલી સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ૨૦૮ જેટલા મદદનીશ ખર્ચ નિરીક્ષકની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

    ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજય આબકારી અને નશાબંદી વિભાગ દ્વારા કુલ .૯૦ કરોડનો .૮૧ લાખ લિટર દારૂ જપ્ત કરાયેલ છે

(11:09 pm IST)