Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

રાજ્યના છ જીલ્લામાં લૂંટફાટ કરનાર બિલિયા અને ખજૂરીયા ગેંગના બે વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

હાઇવે પર એકલદોકલ બાઈક સવારને નિશાન બનાવતી હતી

 

દાહોદ :રાજ્યભરમાં લૂંટ કરી તરખાટ મચાવનાર ખજુરીયા બીલીયા ધાડપાડુ ગેંગના બે સભ્યોને દાહોદ પોલીસે ગરબાડા ચોકડીથી ઝડપી પાડી જેલભેગા કર્યા છે. ઝડપાયેલી ગેંગે દાહોદ જિલ્લામાં ત્રણ લૂંટના ગુનાની કબૂલાત કરી છે. તેમજ રાજ્યના અન્ય પાંચ જિલ્લાના આઠ ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાઈ જવા પામ્યા છે. પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

   દાહોદ જિલ્લામાં હાઈવે પર એકલદોકલ બાઇક સવારોને ટાર્ગેટ બનાવે લૂંટ ચલાવતી ટુકડીએ જિલ્લા પોલીસ વિભાગના નાકે દમ લાવી દીધો હતો. જિલ્લામાં ઉપરાછાપરી બની રહેલા હાઇવે લુંટના બનાવના કારણે પોલીસ વિભાગ પણ સતર્ક બની વિવિધ એક્સનો લીધા હતા. તેમજ હાઇવે લૂંટ ગેંગને ઝડપી પાડવા વિવિધ એજન્સીઓનો સહયોગ લેવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લામાં તરખાટ મચાવનાર ખજુરીયા બીલીયા ગેંગના બે વોન્ટેડ આરોપી ગરબાડા ચોકડી નજીક મોટરસાયકલ પસાર થવાના હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેથી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પરોલ ફર્લો સ્ક્વોડ સ્ટાફ સહી વોચ ગોઠવી હતી.

  બાતમી મુજબ મોટરસાઇકલ પર આવેલા ગરબાડા તાલુકાના ખજુરીયા ગામના રહેવાસી અરવિંદભાઈ નરસિંહભાઇ મિનામા અને માનસિંગભાઈ પલાસ બન્ને આરોપીને પોલીસે ગરબાડા ચોકડીના પુલ નીચે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી .

(10:29 pm IST)