Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

અરવલ્લીના મેઢાસણ ગામ નજીક મારુતિ વાન ભડભડ સળગી ઉઠી : ચાલકનો આબાદ બચાવ

 

મોડાસાના મેઢાસણ ગામ નજીક રોડ પરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર ચાલક કાર માંથી જીવ બચાવી ભાગ્યો હતો કાર થોડીકજ ક્ષણોમાં સ્વાહા થઈ હતી કારમાં આગ લાગતા બંને તરફ વાહનોની લાંબી કતાર જામી હતી.

  અંગેની વિગત મુજબ મોડાસા-હિંમતનગર ધોરીમાર્ગ પર મોડાસા તરફથી હિંમતનગર તરફ જતી મારૂતીવાન મેઢાસણ પાટિયાના ઢાળ પર કારમાં અગમ્ય કારણોસર આગ લાગતા કાર ચાલક કાર રોડ પર ઉભી રાખી ઉતરી જતા સદનસીબે જાનહાની ટળી હતી. કારમાં આગ લાગતા થોડીકજ મિનિટોમાં આગમાં કાર સ્વાહા થઈ ગઈ હતી. કારમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી બંને બાજુ ટ્રાફિક જમણા દ્રશ્યો સર્જાયા હતા.

(10:22 pm IST)