Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

બનાસકાંઠા માટે ભાજપમાં પરબત પટેલનું નામ જાહેર થતાં કેશાજી ચૌહાણ નારાજ થયાની ચર્ચા

બેઠકમાં પણ કેશાજી ચૌહાણ ગેરહજાર રહેતા અનેક તર્કવિતર્ક

બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલનું નામ જાહેર થતાં ઠાકોર સમાજમાં નારજગીનો સૂર ઉઠ્યો છે. ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ નારાજ થયા છે.

   કેશાજી ચૌહાણે મીડિયા સમક્ષ જણાવ્યુ છે કે,પરબતભાઇ પટેલનું નામ જાહેર થયું તેની મને જાણ નથી પણ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. જોકે, પરબતભાઇના નામની જાહેરાત બાદ મળેલ બેઠકમાં પણ તેઓ ગેરહજાર રહેતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

(9:40 pm IST)