Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કમલમમાં મિશન 26 લક્ષ્યને પાર પાડવા ખાસ : રણનીતિ ઘડાઈ :મીડિયા સેલની બેઠક યોજાઈ

મુખ્યમંત્રી,આઈ જે,જાડેજા ભરત પંડ્યા સહિતના ઉપસ્થિત :જિલ્લાના પ્રમુખ હોદેદારો પણ હાજર

અમદાવાદ: લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા કોબા ખાતે આવેલા કમલમ્ ખાતે 'મિશન 26' લક્ષ્યને પાર પાડવા માટે ખાસ રણનિતી ઘડવા મીડિયા સેલની બેઠક યોજાઈ હતી જેમાં ભાજપ પક્ષમાંથી રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતા.

રણનીતિના ભાગ રૂપે ગુજરાતમાં 'મિશન 26' પાર પાડવામીડિયા સેલ મજબૂત રીતે કામ કરે એ રણનીતિને લઈને કામ કરી રહ્યો છે. જેના ભાગ રૂપે કમલમ કોબા ખાતે BJP મીડિયા સેલ કન્વીનરોની મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી આઈ.જે.જાડેજા ભરત પંડ્યા સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ સિવાય BJPના જિલ્લા પ્રમુખ હોદ્દેદારો સાથે મીડિયા સેલના કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

(8:40 pm IST)