Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

વિદ્યાનગર પોલીસે આઇપીએલ પર સટ્ટો રમાડતા ઓનલાઇન રેકેટનો પર્દાફાશ કરી પાંચની અટકાયત કરી

વિદ્યાનગર: પોલીસે ગઈકાલે આઈપીએલ ક્રિકેટ મેચો ઉપર રમાઈ રહેલા ઓનલાઈન સટ્ટાના રેકેટનો પર્દાફાશ કરીને કુલ પાંચ શખ્સોને ઝડપી પાડીને રોકડ, મોબાઈલ સહિત કુલ ૩૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર આઈપીએલની શરૂઆત થતાંની સાથે ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમાવાનું ચાલુ થઈ જવા પામ્યું હતુ. દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે વિદ્યાનગર પોલીસને હકિકત મળી હતી કે, વી. પી. સાયન્સ કોલેજની સામે આવેલા શાસ્ત્રીમેદાન પાસે રોડની સાઈડમાં એક શખ્સ મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટાબેટીંગ કરી રહ્યો છે જેથી પોલીસ ટીમ તુરંત ત્યાં પહોંચી ગઈ હતી અને શખ્સને ઝડપી પાડીને તેની પાસેથી મોબાઈલ ફોન લઈને નામઠામ પુછતાં તે રાજેશભાઈ નારાયણભાઈ કતડીયા (રે. આનંદ લીલા સોસાયટી, વિનુકાકા માર્ગ, વિદ્યાનગર)નો હોવાનું ખુલવા પામ્યું હતુ. તેના મોબાઈલનો પાસવર્ડ ખોલીને વ્હોટ્સએપ એપ્લીકેશન ખોલતાં ૨૩ સભ્યોનું આઈપીએલ ગ્રૃપ બનાવેલું બહાર આવ્યું હતુ. વ્હોટ્સએપ એકાઉન્ટ ખોલીને જોતાં ગ્રૃપમાં રાજેશભાઈ ની સાથે એડમીન તેમજ અન્ય સભ્યો હતા. જેઓ દ્વારા આઈપીએલ-૨૦૧૯માં રમાયેલી ક્રિકેટ મેચો ઉપર સટ્ટો રમવા અંગેના મેસેજોથી સટ્ટો રમાડેલાનું ખુલ્યું હતુ

(5:57 pm IST)