Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ખેડા એલસીબીની ટીમે રઢુંમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 3 શખ્સોની ધરપકડ કરી

ખેડા: એલસીબીની ટીમ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન હકિકત મળી હતી કે, રઢુ ગામમાં આવેલ કબીર મંદિર નજીક જુગાર રમાઈ રહ્યો છે જેથી પોલીસે છાપો મારતાં આંક ફરકનો આંકડાનો જુગાર રમતાં મુકેશભાઈ શ્યામજીભાઈ પગી (રહે.ઈન્દિરાનગરી, રઢુ), ભીખાભાઈ આત્મારામ સોલંકી (સુરસંગ મુખીનું ફળીયુ, રઢુ) તેમજ રવિન્દ્રભાઈ વિક્રમભાઈ સિસોદિયા (સુરસંગ મુખીનું ફળીયું)ઝડપાઈ જવા પામ્યા હતાં. પોલીસને અંગજડતીમાંથી રૂ.૧૪,૪૩૦, એક મોબાઈલફોન કિંમત રૂ.૫૦૦ તેમજ જુગાર રમવાના સાધનો સહિત કુલ રૂ.૧૪,૯૩૦ નો મુદ્દામાલ મળી આવતાં તે કબ્જે કરી ત્રણેય જુગારીઓ વિરૂધ્ધ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
 

 

(5:57 pm IST)