Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ગાંધીનગર હાઇવે પર અકસ્માતની સંખ્યામાં વધારો:કાર-રીક્ષા વચ્ચે ગોઝારા અકસ્માતમાં એકનું મોત:ત્રણની હાલત ગંભીર

ગાંધીનગર :જિલ્લામાં હાઈવે માર્ગો ઉપર અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહયો છે ત્યારે કોબા-અડાલજ માર્ગ ઉપર બાલાપીર ચોકડી પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષા ચાલક સહિત ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રીક્ષાચાલકનું મોત થયું હતું. સંદર્ભે અડાલજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.  

 ગાંધીનગર શહેર અને આસપાસના હાઈવે માર્ગો ઉપર અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે ગાંધીનગર નજીક આવેલા કોબા અડાલજ માર્ગ ઉપર અકસ્માતની વધુ એક ઘટના બનવા પામી હતી. રવિવારે લોદરા ગામના વિષ્ણુજી જીવણજી ઠાકોર તેમની રીક્ષામાં ગામના એક મહિલા અને તેમના બે બાળકોને લઈ અમદાવાદ પાલડી ખાતે ગયા હતા.

(5:55 pm IST)