Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સુરત મનપા દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સંસ્થા પાસેથી રજિસ્ટ્રેશનના 65 લાખની વસુલાત કરી

સુરત: મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ રોકવા તથા પ્લાસ્ટીકના ઉપયોગ  કરનારી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ફરજ્યાત બનાવ્યું છે.

મ્યુનિ. તંત્રએ પ્લાસ્ટીકનો વપરાશ કરનારી સંસ્થાના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરી ત્યારે શરૂઆતમાં નબળો પ્રતિસાદ હતો. પરંતુ હાલમાં મ્યુનિ. તત્રએ કડક કામગીરી કરતાં થોડા સમયમાં શહેરમાંતી સાત હજાર જેટલી સંસ્થાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. તંત્રએ રજીસ્ટ્રેશનની કામગીરી કરી તેના પેટે ૬૧.૧૫ લાખ રૂપિયાની રજીસ્ટ્રેશન ફી વસુલી છે.

(5:54 pm IST)