Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સુરતના વરાછામાં નજીવી બાબતે થયેલ પતિ-પત્નીના ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:પતિ-પત્નીએ ઝેર ગટગટાવ્યું

સુરત:વરાછાના લંબે હનુમાન રોડ પર રહેતા દંપતીએ ગઈ કાલે સાંજના સમયે ઘરમાં વારાફરતી ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાની કોશિશ કરતા ચકચાર મચી ગઈ હતી. બંનેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. પત્ની મોબાઇલ પર કોઇ સાથે વાત કરતી હોવાની શંકામાં થયેલા ઝઘડા બાદ પતિ પત્નીએ પગલું ભરી લીધું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળતી માહિતી મુજબ વરાછા રોડ લંબેહનુમાન રોડ  રહેતા ૨૬ વર્ષીય રીનાબેન અને ૨૭ વર્ષીય રત્નકલાકાર પતિ રૂપેશભાઈ (બંનેના નામ બદલ્યા છે) કાલે સાંજે પોતાના ઘરમાં વારાફરતી ઝેરી દવા પી લેતા બંનેને સ્મીમેરમાં દાખલ કરાયા છેતેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે દંપતીને બે સંતાન છે. પત્ની રીના અવારનવાર મોબાઇલ ફોન પર કોઇકની સાથે વાત કરતી હતી. કેટલીકવાર રાતે પણ રીતે ફોન પર વાત કરતી હોવાની પતિને શંકા હતી.

 

(5:53 pm IST)