Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સુરતના અડાજણમાં નરાધમ પિતાએ 16 વર્ષીય દીકરીને હવસનો શિકાર બનાવતા અરેરાટી

સુરત:અડાજણમાં રહેતા નરાધમ બાપે ૧૬ વર્ષની માસુમ દિકરીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધીને કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા સગા બાપ સામે દિકરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અડાજણના શ્રમજીવી વિસ્તારમાં રહેતા એક પરિવારના સગાબાપ  રાકેશે (નામ બદલ્યુ છે) ૨૦૧૫ના અરસમાં એક દિવસ ૧૬ વર્ષની દિકરીને બેડરૂમમાં ખેચી જઇને તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાધ્યા બાદ બાબતે કોઇને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

(5:53 pm IST)