Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

વડોદરા:પેટ્રોલિંગ માટે ખરીદવામાં આવેલ ઈ રીક્ષા બિનઉપયોગી હાલતમાં ધૂળ ખાતી જોવા મળી આવી

વડોદરા: શહેરના સયાજીગંજ પોલીસ ને થોડ્ડા સમય પહેલા શહેર પોલીસ કમિશનર ના હસ્તે સયાજીબાગ અને આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ખાસ રીક્ષા આપવામાં આવી હતી. જે રીક્ષા હાલ બિનઉપયોગી હાલતમાં સયાજીગંજ પોલીસ મથકના પાર્કિંગમાં ધૂળ ખાઈ રહી છે. સયાજીબાગ માં અઆવતા સહેલાણીઓ ના સમાન ની ચોરી અને કેટલાક અસમાજિક તત્વો ની અવરજવર પર નિગરાની રાખવા માટે ખાસ પેટ્રોલિંગ માટે ઈરીક્ષા આપવામાં અઆવી હતી. લાખોના ખર્ચે ખરીદવામાં આવેલી રીક્ષા હાલ ધૂળ ખાઈ રહી છે. જો વાહન નો ઉપયોગ થતો હોય તો પેટ્રોલિંગ પણ નહિ થતું હોય તેમાં કોઈ શંકા નથી .એવામાં સયાજીગંજ પોલીસ ની કામગીરી પણ શંકા ઉપજાવે છે. સયાજીબાગ પાસે પાર્કિંગમાં છાશવારે પાર્ક કરેલી ટુ વ્હીલર ની ચોરી થાય છે. જે રોકવામાં રીક્ષા પેટ્રોલિંગ કારગર સાબિત થાય તેમ હતી. છતાય આયોજનના અભાવે વાહન ધૂળ ખાઈ રહ્યું છે.

(5:51 pm IST)