Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ધાનેરા તાલુકામાં દીપડાનો આતંક:સતત દસ કલાક સુધી આતંક મચાવી 3 પર હુમલો કરતા લોકોમાં ભયની લાગણી

ધોનરા: તાલુકાના નાના મેડા ગામની સીમમાં ખેતરોમાં ઘુસી ગયેલા દિપડાએ 10 કલાક સુધી રીતસરનો આતંક ફેલાવ્યો હતો. વન અધિકારી સહિત ત્રણ લોકો ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ વન વિભાગે બંદૂક દ્વાર ાદિપડાને બેભાન બનાવી પાંજરે પુર્યો હતો. દિપડો ઘાયલ હોવાથી જેસોરના અભ્યારણમાં લઈ જવાયો હતો.

વહેલી સવારે ધાનેરા તાલુકાના નાના મેડા ગામની સીમમાં આવેલા ખેતરોમં દોડધામ મચી હતી. વહેલી સવારે ગામનો યુવાન દૂધ ડેરીએ ભરાવી પરત પોતાના ખેતરે મોટરસાયકલ પર આવી રહ્યો હતો .તે દરમિયાન દિપડા ઉપર નજર ગઈ હતી. જોકે પહેલી નજરે શ્વાન હશે તેમ સમજી યુવાન આગળ વધ્યો હતોજોકે પલભરમાં ભારે કૂદકા સાથે દિપડો પસાર થતા યુવાન ગભરાઈને મોટરસાયકલ ફૂલઝડપે હંકારી પોતાના ખેતરમાં આવી તમામ લોકોને જાણ કરી હતી અને ગામમાં વાયુવેગે સમાચાર પહોંચતા તમામ ગામના લોકો હાથમાં લાકડીપાઈપ સહિતના બચાવ માટેના હથિયાર લઈને ખેતરની ચારે  તરફ તપાસ હાથ ધરી હતી. જોકે એક ખેતરમાંથી બીજા ખેતર તરફ જતા લોકોએ દિપડાને નજર કેદ કરી ચારેકોર ફેલાઈ ગયા હતા.

(5:49 pm IST)