Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સુરતના ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડો. વિપુલ મિસ્ત્રી સામે દુષ્‍કર્મની ફરિયાદઃ ધરપકડ

સુરત :વડોદરાના ન્યૂરો સર્જન ડો.યશેષ દલાલની ફિઝીયોથેરાપિસ્ટ યુવતી સાથે દુષ્કર્મનો કેસ હજી ચર્ચામાં છે, ત્યાં સુરતના ડોક્ટરની પાપલીલા સામે આવી છે. સુરતના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો.વિપુલ મિસ્ત્રી સામે વડોદરાની પિરણીતાએ ફરિયાદ નોંધાવી છે. લગ્નના વચનો આપીને ડો.વિપુલ મિસ્ત્રીએ સતત પાંચ વર્ષ પરિણીતા સાથે સંબંધો બાંધ્યા હતા. ત્યારે પોલીસે સમગ્ર મામલે ડો.વિપુલ મિસ્ત્રીની ધરપકડ કરી છે.

મેટ્રીમોનિયલ સાઈટ પર ઓળખ

વડોદરાની પરિણીત યુવતીએ પોલીસને નિવેદનમાં લખાવ્યું કે, તેણે 2008ના વર્ષમાં મેટ્રીમોનિયલ સાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેના પરથી ડો.વિપુલ મિસ્ત્રીના સંપર્કમાં આવી હતી. બંને વડોદરામાં મળ્યા હતા, અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન યુવતીના મુંબઈમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તે મલેશિયા શિફ્ટ થઈ હતી. જેના બાદ યુવતી અને ચાર્ટર્ડ એકાઉન્ટટન્ટના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. પતિની બદલી થતા દંપતી મુંબઈ શિફ્ટ થયું હતુ. દરમિયાન યુવતી ફરીથી ડો.વિપુલ મિસ્ત્રીના સંપર્કમાં આવી હતી.

દરમિયાન પણ ડો.વિપુલે યુવતીને લગ્નના વચન આપ્યા હતા. યુવતી અને ડો.વિપુલ મિસ્ત્રી વચ્ચે સુરતની ડાયમંડ હોટલમાં સંબંધો બંધાયા હતા. દરમિયાન યુવતી ફરીથી પ્રેગનેન્ટ બની હતી. પરિણીતા બીજી વખત માતા બનતા તેના પતિના દિમાગમાં શંકા પેદા થઈ હતી અને પરિણીતાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે લગ્નની લાલચ આપતા ચાઈલ્ડ સ્પેશિયલિસ્ટ ડો.વિપુલ મિસ્ત્રીએ અનેકવાર યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતીએ ડો.વિપુલ મિસ્ત્રી સામે વડોદરાની સયાજીગંજ પોલીસ ચોકીમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ સુરતના ડોક્ટરની સોમવારે ધરપકડ કરી હતી.

બીજુ સંતાન ડોક્ટરનું હોવાનું પતિની શંકા

ભોગ બનનાર પરિણીતા દાવા સાથે કહી રહી છે કે, મારા બીજા પુત્રના પિતા ડો.વિપુલ મિસ્ત્રી છે. સાડા ત્રણ વર્ષનું બાળક પોતાનું નથી તેવું તેના પતિને શંકા આવી ગઈ હતી. બાળક બીમાર પડતા તેનો બ્લડ ટેસ્ટ કરાવાયો હતો, જેમાં બાળકનું બ્લડ ગ્રૂપ 0 પોઝીટિવ આવ્યું હતું. બ્લડ ગ્રૂપ અલગ આવતા પતિને શંકા ગઈ હતી. જોકે, બાદમાં પત્નીની રંગરેલીયાનો ભાંડો ફૂટ્યો હતો.

(4:53 pm IST)