Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

260 કરોડ કૌભાંડ કેસમાં વિનય શાહના કરીબી નરેશ પટેલની સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ:મિરઝાપુર કોર્ટમાં લઇ જવાયો

ગાંધીનગર: રાજ્યમાં 260 કરોડનું કૌભાંડ કેસમાં વિનય શાહ અને ભાર્ગવી શાહની પોલીસ દ્વારા ધરપકડ બાદ કેસમાં અનેક લોકોની ધરપકડ કરવાની બાકી છે. ત્યારે વિનય શાહની નજીક ગણાતા નરેશ પટેલની CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરાઈ છે બાદમાં તેને મીરજાપુર કોર્ટમાં લઈ જવાયો હતો.

   આર્ચર કેર કંપનીના કોર કમિટીના મેમ્બર અને એજન્ટ તરીકે કામ કરતા નરેશ પટેલ દ્વારા 51 લાખ રૂપિયાનું કમિશન લેવાયું હતું. જે વર્ષ 2017થી કામ કરતો હતો અને તેને 200 લોકો સાથે રોકાણ કરાવ્યું હતું. અમદાવાદ, મહેસાણા, કડી, કલોલ વિસ્તારના લોકોને રોકાણ કરાવીને તેમના રૂપિયા ડૂબાડવામાં આવ્યા હતા. ત્યારે CID ક્રાઇમ પોલીસ દ્વારા નરેશ પટેલની ગત મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.

   મળતી ળતી માહિતી મુજબ વિનય અને તેના શાસનમાં લોકોની મિલકત ટાંચમાં લેવાનો ગૃહવિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

   વિનય શાહ દ્વારા કરોડોની છેતરપિંડી આચરવા મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. રૂપિયા 4.5 કરોડ જેટલી મિલકત ટાંચમાં લેવા ગૃહવિભાગે હુકમ કર્યો છે. જેમાં વિનય શાહ ભાર્ગવી શાહ, દાનસિંહ વાળા તેમજ વિનય શાહના દીકરાની તમામ મિલકતો ટાંચમાં લેવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. જેમાં શેર, રોકડ સહિત સ્થાવર-જંગમ મિલકત ટાંચમાં લેવા આદેશ કર્યો છે.

   ગત મોડી રાત્રે નરેશ પટેલની ધરપકડ કરાયા બાદ તેને આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત CID ક્રાઇમની કચેરીમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછ અને દસ્તાવેજો તપાસ કરીને મીરજાપુર કોર્ટમાં લઇ જવાયો હતો.

(11:48 pm IST)