Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પાર્ટી વિરોધી કામ કરશો તો બચી નહિ શકો :ગામે ગામ આઈબીના માણસો ગોઠવી દીધા છે :મંત્રી રમણ પાટકર

બફાટ બાદ વિવાદ થતા લૂલો બચાવ કર્યો : કહ્યું આઈબી એટલે સેન્ટ્રલ આઈબી નહીં પરંતુ પાર્ટીની આંતરિક આઈબી

વલસાડ :લોકસભા ચૂંટણીનો માહોલ બંધાઈ રહયો છે ભાજપ અને કોંગ્રેસ બંને જોરશોરથી નિવેદન બાજી કરી રહ્યાં છે તેવામાં નેતાઓ અને મંત્રીકક્ષાના નેતાઓએ બફાટ પણ શરૂ કરી દીધો છે.

  ઉમરગામમાં આદિવાસી વિજય વિશ્વાસુ સંમેલનમાં વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકર ફોર્મમાં આવી ગયા અને કહી દીધું કે પાર્ટી વિરોધી કામ કરશો તો બચી નહીં શકો, કારણ કે પાર્ટીએ ગામે ગામ IBના માણસો ગોઠવી દીધા છે. જેઓ તમારા પર નર રાખશે. અને મુખ મે રામ અને બગલ મે છૂરી જેવું ન થાય તે માટે પાર્ટીએ 70 માણસો ગોઠવેલા છે, જે કાર્યકર્તાથી લઇ ધારાસભ્યો અને મંત્રીઓ પર નજર રાખી રહ્યાં છે.

   જો કે મંત્રીએ એકવખત તો જોશમાં ને જોશમાં નિવેદન તો આપી દીધું પરંતુ પાછળથી વિવાદ થતા ખુલાસો પણ કર્યો, વિવાદિત નિવેદન બાદ રમણ પાટકરે કહ્યું કે મારો કહેવાનો મતલબ એ નહતો, IBનો મતલ સેન્ટ્રલ આઇબી નહીં પરંતુ પાર્ટીની આંતરિક આઇબી છે. આમ નિવેદન આપ્યા બાદ લુલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો,

(8:41 pm IST)