Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

બાળક હવામાં ફોગાળા મારે છેઃ રાહુલ ગાંધીની બાળક સાથે સરખામણી કરતા જીતુ વાઘાણી

વડોદરા: વડોદરાની લોકસભા બેઠક પર ભાજપ કોગ્રેસ બંનેએ ઉમેદવારો જાહેર કર્યા છે. કોગ્રેસના ઉમેદવારે પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે વડોદરામાં ભાજપે પણ વિજય સંકલ્પ સંમેલન યોજી પ્રચારની શરૂઆત કરી છે. ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી હાજરી આપી કાર્યકર્તાઓને કામે લાગી જવા આદેશ કર્યો હતો.

વડોદરામાં કારેલીબાગ અંબાલાલ પાર્ક મેદાનમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં વડોદરા લોકસભા બેઠકના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપ હોદ્દેદારો અને કાર્યકરોએ જીતુભાઈ વાઘાણીનું સ્વાગત કર્યું હતું.

ભાજપના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમને ગત વર્ષ કરતા બમણાં મતની લીડથી લોકસભા ચૂંટણીમાં આ વખતે જીતીશું તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. સાથે જ ફરીથી મોદી સરકારને જીતાડીશું તેવો સંકલ્પ લેવડાવ્યો હતો.

જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, સમગ્ર રાજયમાં ભાજપ વિજય સંકલ્પ સંમેલનો યોજી રહી છે. ત્યારે કોગ્રેસ હજી ઉમેદવારો શોધવામાં ફાંફાં મારી રહી છે. સાથે જ રાહુલ ગાંધીએ ગરીબોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી જે મામલે જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. જીતુ વાઘાણીએ રાહુલ ગાંધીને બાળક સાથે સરખામણી કરી હતી. અને કહ્યું હતું બાળક હવામાં ફોગાળા મારે છે.

(4:28 pm IST)
  • કોંગ્રેસ પાર્ટીએ મારી સાથે ચર્ચા કર્યા પછી ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાની યોજના જાહેર કરી હતી : દેશના ખેડૂતો તથા ગરીબો માટેની આ ન્યુનતમ આય યોજનાનો અમલ શક્ય છે તથા જરૂરી છે : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર શ્રી રઘુરામ રાજનનું મંતવ્ય access_time 7:54 pm IST

  • ઝારખંડમાં ભાજપને ' શૂન્ય ' પર આઉટ કરશે મહાગઠબંધન :ઝારખંડ વિકાસ મોરચાના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ કર્યો દાવો :મરાંડીએ કહ્યું કે આ વર્ષના લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન રાજ્યમાં ભાજપને હરાવશે અને શૂન્યથી આઉટ કરશે ; મહાગઠબંધન ઝારખંડની તમામ બેઠકો જીતશે access_time 1:13 am IST

  • રાહુલ ગાંધીની 'મીનીમમ ઈન્કમ સ્કીમ' ઉપર માયાવતીના પ્રહાર : જૂઠાણું છે !: નવી દિલ્હી : બસપા સુપ્રિમો માયાવતીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની 'મીનીમમ ઈન્કમ સ્કીમ'ને સંપૂર્ણ જુઠાણું ગણાવેલ છેઃ ઉ.પ્ર.માં સપા - બસપા સાથે કોંગ્રેસે ગઠબંધન ફગાવી દેતા બહેન માયાવતી ભારે નારાજ છે : તેમણે કોંગ્રેસ ઉપર હવે ખુલ્લેઆમ પ્રહારો શરૂ કર્યા છે : તેમણે કહ્યું કે ગરીબોનો વિશ્વાસ કરવામાં, મજાક ઉડાવવામાં ભાજપ અને કોંગ્રેસ બંને એક જ ડાળીના બે ફુલ છે access_time 3:37 pm IST