Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આપઘાત કર્યા

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો

અમદાવાદ :રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 25 હજાર 478 વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે   કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો હતો કે,રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આપઘાત કર્યા છે. વર્ષ 2020-21માં 8,307 લોકોએ આપઘાત કર્યો હતો. જ્યારે વર્ષ 2021-22માં 8,614 લોકોએ આપઘાત કર્યો હતો.

  આપઘાતના કિસ્સાઓમાં પોલીસે 1901 લોકોની ધરપકડ કરી છે.જ્યારે 180 પોલીસ પકડથી દૂર છે. આપઘાતના વિવિધ કારણો પણ ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતાં. માનસિક બીમારી, પ્રેમ પ્રકરણ, ગંભીર બીમારી, પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ અને પરીક્ષામાં નાપાસ થવાના ડર સહિત કારણોને લઈ આપઘાત કાર્યો હોવાની વિગતો જણાવી હતી. 

   
(1:06 am IST)