Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

અમદાવાદના જુહાપુરામાં જાહેરમાં મહિલાના કપડાં ફાડી 4 શખ્શોએ જાનથી મારી નાખવાની ધમકી આપી

મહિલાને જાહેરમાં ધમકાવતા કહ્યું હતું કે ” અમે અહીંના દાદા છે, તારા હાથ પગ તોડી નાખીને તારું ઘર ખાલી કરવી દઈશું

અમદાવાદમાં જાહેરમાં મારામારી અને યુવતીની સાથે છેડતીનો બનાવ બન્યો છે  જુહાપુરામાં યાસ્મિન સોસાયટી પાસે જૂની અદાવતમાં ચાર શખ્શોએ એક મહિલા સાથે મારામારી કરી હતી. આરોપીઓએ મહિલાને જાહેરમાં ધમકાવતા કહ્યું હતું કે ” અમે અહીંના દાદા છે, તારા હાથ પગ તોડી નાખીને તારું ઘર ખાલી કરવી દઈશું અને તને મારી નાંખીશુ.” એટલુંજ આરોપીઓએ મહિલાના કપડાં ફાડી નાખીને તેની જાહેરમાં છેડતી કરી હતી.

  સીમા બેન ( નામ બદલેલ છે ) એટલા ગભરાઈ ગયા હતા કે તેમને કંઈ સુજતુ નહતું કે તેઓ આગળ હવે શું કરે. સોસાયટીના લોકોએ ઝઘડામાં વચ્ચે પડીને આરોપીઓને ત્યાંથી ભગાડ્યા હતા.અને મહિલાને હિમ્મત આપીને સમગ્ર મામલા અંગે પોલીસને જણાવવા માટે કહ્યું હતું જેથી સોસાયટીના લોકોની વાત માનીને સીમાબેને વેજલપુર પોલીસ મથકમાં જાકીર, સોહેલ, ફિરોઝ અને અકબર ચોપડાની સામે મારામારી અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(7:58 pm IST)