Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

બીજા માળેથી પડતાં ૩ વર્ષની બાળકીનું મોત

માંગરોળના પિપોદરાની ઘટના

બારડોલી, તા. ૨૭ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં પીપોદરા ખાતે રાજહંશ ફીલા ઇન્ડીસ્ટ્રીલના પડાવમાં રહેતી ત્રણ વર્ષીય બાળકી બીજા માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજાને કારણે તેનું મોત નીપજયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશ રાજ્યના ચિખોડાગામના વતની મેતામભાઈ નિજલાભાઈ ક્લેસ (કુશાલ) નાઓ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં પિપોદરા ગામે લીંડીયાત રોડ ઉપર જગદીશભાઈ કોન્ટ્રાકટરના રાજહંશ ફીલા ઇન્ડીસ્ટ્રીલના પડાવમાં રહી મજૂરી કામ કરે છે. તેમની ત્રણ વર્ષીય પુત્રી પિનલબેન નાઓ ગત તા-૨૫ ફેબ્રુઆરીના રોજ રમતા-રમતાં બીજા માળે ચડી ગઈ હતી અને શટર મુકવાની ગેટ પાસેથી આકસ્મિત રીતે નીચે પટકાઈ હતી. તેને શરીરે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(7:55 pm IST)