Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

બાયડ તાલુકામાં ધોળા દિવસે રોડ પર આવેલ વાસણની દુકાનમાંથી તસ્કરો 90હજારની રોકડ ચોરી છનનન.....

બાયડ:તાલુકામાં પોલીસ ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત છે અને તસ્કરો ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. બાયડ શહેરમાં ચોઈલા રોડ ઉપર આવેલી મારૃતી વાસણ ભંડારમાં ૯૦ હજાર રોકડ રકમની ધોળા દિવસે ચોરી કરી તસ્કરો નાસી છૂંટયા હતા.

દિવ્યાંગભાઈ નટવરભાઈ પટેલ ફરીયાદ અનુસાર તા.૨૬--૨૦૨૧ ને સવારે -૩૦ કલાકે મારૃતી વાસણ ભંડારની દુકાનનું તાળંુ ખોલતા હતા ત્યારે લોખંડની એંગલમાં પર્સ (બેગ) લગાવેલો હતો. ત્યારે કોઈ ગઠીયો તેનો લાભ લઈને પર્સ (બેગ) લઈ રફુચકર થયું ગયો હતો ત્યારે દુકાન માલિકના પર્સમાંથી અંદર ૯૦ હજાર રોકડ રકમ તેમજ અંદર મુકેલા ડોકયુમેન્ટ  ચેકબુકઆધારકાર્ડચુંટણીકાર્ડપાનકાર્ડ.ટી.એમ.કાર્ડઆઈ.ટી.રીર્ટન કાગળદુકાનના દસ્તાવેજોગાડી તથા બાઈકની આર.સી.બુક કોઈ શખ્સો ચોરી કરી પલાયન થઈ ગયા હતો.

દિવ્યાંગભાઈ નટવરભાઈ પટેલ (રહે.પેન્ટરપુરા)ની ફરીયાદ નોંધી બાયડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાયડ બજારમાં રોજીંદા ચોરીના કેસો વધારે જોવા મળતા હોય છે. હાલ તો પોલીસ ચુંટણીમાં વ્યસ્ત હોવાના કારણે બાયડ બજારમાં કોઈપણ જાતનું પેટ્રોલીંગ જોવા મળતું નથી. 

(5:13 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,79,094 થઇ :એક્ટિવ કેસ 1,56,413 થયા: વધુ 12,361 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,61,139 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,970 થયા access_time 1:03 am IST

  • કેસના લાઈવ સ્ટ્રીમિંગ બાદ હવે ગુજરાત હાઈકોર્ટે ડેઇલી અપડેઈટ માટે ટેલિગ્રામ ઍપ ઉપર ઍકાઉન્ટ ખોલાવ્યાનું જાણવા મળે છે access_time 11:55 am IST

  • માર્ચ મહિનાથી દેશમાં ચાર મોટા બદલાવ : 60 વર્ષથી વધુની વયના અને 45 વધુ ઉંમરના બીમારી સામે ઝઝૂમતા લોકોનું થશે રસીકરણ :વિવાદથી વિશ્વાસ યોજનાનો લાભ લેવાની મુદત 31મી માર્ચ સુધી વધારી દેવાઈ :બેન્ક ઓડ બરોડામાં વિલય થતા દેનાબેંક અને વિજ્યાબેન્કના ખાતેદારોના એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ નવા લાગશે :બિહાર અને ઉત્તર પ્રદેશમાં ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલે જઈ શકશે access_time 12:24 am IST