Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં કર્મચારીને કારનું પંચર કરાવવું ભારે પડ્યું:ગઠિયો કારમાંથી 1.72 લાખ ભરેલ બેગ લઇ ફરાર:સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરનામાંજલપુરના સરસ્વતી ચાર રસ્તા ઉપરના પેટ્રોલ પંપ ઉપર કારનું પંચર બનાવી રહ્યો હતો. તે દરમિયાન ગઠિયાએ ખેલ પાર પાડ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

મૂળ ગોધરાના રહેવાસી અને હાલ વડોદરા શહેરના માંજલપુર ગામે રહેતા ભાગ્યેશ ભાટીયા ખાનગી કંપનીમાં નોકરી કરે છે 25 ફેબ્રુઆરીના રોજ તેઓ કંપનીના તથા વેપારીઓને આપેલા માલ ની રૂપિયા દોઢ લાખ પોર ખાતેની બેંકમાં જમા કરાવવા કાર લઈને નીકળ્યા હતા. તેમજ લેપટોપની બેગમાં રોકડા રૂપિયા 25 હજાર, અગત્યના કાગળ અને લેપટોપ હતું

દરમિયાન તેઓ રસ્તામાં મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલી કંપનીમાં મટીરીયલ પહોંચાડવા ગયા હતા. જ્યાંથી પરત ફરતા કારના ટાયરમાં પંચર પડ્યું હતું. જેથી તેઓએ નાયરની દુકાને પંચર બનાવ્યું હતું જ્યાં લેપટોપ ની બેગ ગાયબ જણાઈ આવી હતી. પેટ્રોલપંપના સી.સી.ટીવી કેમેરા ચેક કરતા લેપટોપ બેગની ચોરી કરતો યુવક કેમેરામાં કેદ થયો હતો.

(5:11 pm IST)