Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

અમદાવાદમાં સગીરાના ફોટા નીચે કોલગર્લ લખી વાયરલ કરનાર મહિલાની પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી

અમદાવાદ: શહેરમાં રહેતી સગીરાના ફોટા નીચે તેનો મોબાઈલ નંબર લખી રેટ રૂ.2500 કોલ મી એમ લખી ફેસબુક પર મુકતા સગીરાને ફોનનો મારો શરૂ થઈ ગયો હતો. અંતે કંટાળીને સગીરાએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગોતામાં રહેતી મહિલાની અટક કરી હતી.

સગીરાના પિતા સાથે ઝઘડો થતા  એવી મહિલાએ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. બનાવની વિગત મુજબ 1 નવેમ્બર 2020ના રોજ રાધાસિંગ નામના આઈ.ડી.ધારકે પોતાની આઈ.ડીમાં અમદાવાદમાં શહેર વિસ્તારમાં રહેતી સગીરાનો ફોટો મુક્યો હતો.

ઉપરાંત સગીરાનો મોબાઈલ નંબર લખી રેટ રૂ.2500 કોલ મી તેવો ટેક્સ મેસેજ લખ્યો હતો. જેને કારમે સગીરાને અઢળક ફોન આવવા લાગતા તે પરેશાન થઈ ગઈ હતી. તે સિવાય રાધાસિંગે તેના વોટ્સએપ પરથી સગીરાના માતાપિતાને વોટ્સએપ નંબર પર તેમની દિકરી બાબતે બિભત્સ મેસેજો લખેલો સ્ક્રિન શોટ મોકલ્યો હતો.

અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ગોતામાં સ્તવન પરીશ્રય ખાતે રહેતી રાધા ખચ્ચુસિંગ સિંગ(32)ની અટક કરી હતી. પુછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે આશરે ચારેક વર્ષ અગાઉ તે દિલ્હીથી અમદાવાદ રહેવા આવી હતી.

(5:08 pm IST)