Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સુરતમાં વહેલી સવારે ૩.૧ની તિવ્રતાનો આંચકો

સુરતથી ૨૯ કિમી દુર કેન્દ્રબિંદુ નોંધાયુ : કોઇ નુકસાની નહી

રાજકોટ તા. ૨૭ : ગુજરાતમાં અનેકવાર ભૂકંપના આંચકાઓ નોંધાય રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે સુરતમાં ૩.૧ની તિવ્રતાવાળા ભૂકંપનો આંચકો નોંધાયો છે.

સુરતમાં વહેલી સવારે લોકો ભરઉંઘમાં હતા ત્યારે જ ૪.૩૬ કલાકે ૩.૧ની તિવ્રતાવાળો ભૂકંપનો આંચકો આવ્યો હતો. અનેક લોકોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો તો લાખો લોકો આ ભૂકંપના આંચકાથી અજાણ હતા. સવારે સોશ્યલ મીડિયા અને ટીવીના સમાચારમાં માલુમ પડયું હતું. સુરતથી ૨૯ કિમી દુર કેન્દ્રબિંદુ નોંધાયું છે. ૩.૧ની તિવ્રતાથી કોઇ નુકસાન થયાનું જાણવા મળ્યું નથી.

(2:41 pm IST)