Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર દ્વારા ડિસ્પેચિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી 28 ફેબ્રુઆરીના દિવસે રાજપીપળા નગર પાલિકા ની સામાન્ય ચૂંટણી યોજાનાર છે જે માટે રાજપીપળા પ્રાંત અધિકારીની કચેરીના પ્રાંગણમાં આજે સાંજે ડિસ્પેચિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.
આ ચૂંટણી સારી રીતે યોજાઈ અને સુચારુ સંચાલન થાય તેના માટે ડિસ્પેચિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે, તારીખ 27 મી ફેબ્રુઆરી એ આ સેન્ટર પરથી ચૂંટણીને લગતી સામગ્રી ડિસ્પેચ થશે તેમજ 28 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે તેના માટે તંત્ર દ્વારા રૂટ મુજબ ઝોનલ અધિકારીઓ અને પોલીસ પેટ્રોલીંગ માટેની સૂચના પણ આપી દેવામાં આવી હોવાનું એચ.કે.ગઢવી મદદનીશ ચૂંટણી અધિકારી,રાજપીપળા નગરપાલિકાએ જણાવ્યું હતું.

(9:24 am IST)