Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

નર્મદા જિલ્લા ભાજપ ટીમમાં મનીષાબેન ગાંધી તથા જીગીશાબેન ભટ્ટને મંત્રી તરીકે ની જવાબદારી સોંપાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતીય જનતા પાર્ટી નર્મદાની જિલ્લાની ટીમમાં રાજપીપળાના મનીષાબેન ગાંધી તથા જીગીશાબેન ભટ્ટને મંત્રી તરીકે સ્થાન મળતા આનંદની લાગણી જોવા મળી છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિના નિર્ણય મુજબ જે હોદ્દેદારો ચૂંટણી લડતા હોય અથવા એમના પરિવાર માથી કોઈ વ્યકિત ચૂંટણી લડતા હોય તો સંઘટન ની જવાબદારી માંથી રાજીનામુ આપી તાત્કાલિક અસરથી એ જગ્યા ભરવાની થતી હોય જેથી ભારતીય જનતા પાર્ટી નર્મદાની જિલ્લાની ટીમમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ધનયામ પટેલે મનીષાબેન દિવ્યેશભાઈ ગાંધી તથા જીગીશાબેન રશ્મિકાન્તભાઈ ભટ્ટને જીલ્લા ભાજપમાં મંત્રી તરીકેની જવાબદારી આપતાં આનંદની લાગણી વ્યાપી છે

(9:22 am IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,79,094 થઇ :એક્ટિવ કેસ 1,56,413 થયા: વધુ 12,361 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,61,139 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,970 થયા access_time 1:03 am IST

  • રવિદાસજીએ સદીઓ પહેલા સમાનતા, સદભાવના અને કરૂણા પર સંદેશા આપ્યા હતા : નરેન્દ્રભાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ટ્વિટર ઉપર લખ્યું છે કે સંત રવિદાસજીએ સદીઓ પહેલા સમાનતા, સદભાવના અને કરુણા પર સંદેશા આપ્યા હતા, જે યુગો યુગો સુધી દેશવાસીઓને પ્રેરણા આપશે. હું તેમની જન્મજયંતિ પર તેમને સાદર વંદન કરું છું. access_time 5:04 pm IST

  • કોરોનાનો કહેર વધતા આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો પર 31મી માર્ચ સુધી પ્રતિબંધ લંબાવાયો : DGCAએ ભારત આવનારી અને અહીંથી જનાર વાણિજ્યીક આંતરરાષ્ટ્રીય ઉદયન પર પ્રતિબંધ 31 માર્ચ સુધી વધારી દીધો access_time 12:48 am IST