Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ભાજપે શિસ્તભંગનો કોરડો વીંઝ્યો :પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ વિરમગામ અને બારેજાના 9 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા

મેન્ડેટ વિરુધ્ધ જઇ પક્ષ વિરોધી પ્રવુત્તિ કરતા અમદાવાદ જિલ્લાના 9 કાર્યકર્તાઓ છ વર્ષ માટે બરતરફ

અમદાવાદ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી 2021માં ભાજપના જીલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઇ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ વિરુધ્ધ જઇ પક્ષ વિરોધી પ્રવુત્તિ કરવાના આરોપ બદલ અમદાવાદ જિલ્લાના 9 કાર્યકર્તાઓને છ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. જેમાં વિરમગામ નગરપાલિકા-9ના ઉમેદવારો રઘુભાઇ અલગોતર, નાનુજી ઠાકોર, તથા વિરમગામ નગરપાલિકા -3ના ઉમેદવાર સુરેશભાઇ દલવાડી અને રાજેશ સોંલકી ઉપરાંત વિરમગામ નગરપાલિકા-7માં ઉમેદવાર તથા મહિલા મોરચાના વિરમગામ શહેરના મહામંત્રી ગાર્ગીબેન આર. વ્યાસ ઉપરાંત પૂર્વ મંડળ મહામંત્રી, બારેજા તથા બારેજા નગરપાલિકા વોર્ડ નં. 3માં અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા જયેશભાઇ પટેલ, બારેજાના પૂર્વ મંડળ પ્રમુખ તેમ જ બારેજા નગરપાલિકાના વોર્ડ નં. 3માં અપક્ષ ઉમેદવારી કરનારા ચંદ્રકાન્તભાઇ રાણા તેમ જ બારેજા નગરપાલિકા વોર્ડ નં.1માં અપક્ષ ઉમેદવારી કરનારા અને બારેજા મંડલ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રવણભાઇ કાંગસીયા અને વટામણ જીલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર તથા પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય જશુભાઇ સોંલકીનો સમાવેશ થાય છે

ભાજપના પ્રદેશ મીડીયા કન્વીનર ડો. ડૉ. યજ્ઞેશ દવેએ આમ આદમી પાર્ટીને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, ગત 23 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામ જાહેર થયા. પરિણામ જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી પોતાના વિજયની ઉજવણી કરી રહી છે, પરંતુ પરિણામ પર નજર કરીએ તો 6 મહાનગર પાલિકાથી 368 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડિપોઝીટ પણ જપ્ત થયેલ છે. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે 6 મહાનગરપાલિકાની તમામ બેઠકો ઉપર ઉમેદવાર ઊભા રાખેલા નહોતા ટૂંકમાં સુરતના 27 સિવાયના તમામ ઉમેદવારો ડિપોઝિટ ગુમાવી છે. આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી નગરપાલિકા , જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતથી વિજય પ્રાપ્ત કરશે.

ડિપોઝિટ જપ્ત થયેલ આંકડા મુજબ શહેરમાં 65, વડોદરા શહેરમાં 41, ભાવનગર શહેરમાં 39, અમદાવાદ શહેરમાં 155 અને રાજકોટ શહેરમાં 68 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થયેલ છે

(10:46 pm IST)