Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

વેજલપુરમાં હનીટ્રેપ :યુવતીએ પતિ સાથે મળી આઠ વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા

મહિલા સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં હનીટ્રેપનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં વેજલપુર વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવકને મહિલાએ ઘરે બોલાવી તેના પતિએ યુવકને માર મારી તેનું અપહરણ કરી પૈસા લઈ છોડી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ ધરી છે.

વેજલપુરમાં આવેલા આયેસા ડુપ્લેક્સમાં રહેતા શાહનવાજ શેખ કે જેઓ ગોતા ખાતે એમ સ્કવેર નામની કન્સ્ટ્રક્શનની ઓફિસમાં નોકરી કરે છે.. 15મી ફેબ્રુઆરીના રોજ રાતના સમયે શાહનવાજ પોતાના ઘરે હાજર હતા તે સમયે તેમના વ્હોટ્સએપમાં અજાણ્યા નંબર બ્લેન્ક મેસેજ આવ્યા હતા. તે જ નંબર પરથી બીજા દિવસે યુવકને મેસેજ આવ્યો હતો કે તે આફરીન છે. આઠ વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં યુવકની મુલાકાત આફરીન નામની યુવતી સાથે થઈ હતી..મુલાકાત બાદ તેઓની ફોન પર અને વ્હોટ્સએપ પર ક્યારેક ક્યારેક વાતચીત કરતા હતા. જેથી યુવકને આફરીન નામ યાદ હતું. ત્યારે આફરીન શાહનવાજને તે સમયે પણ તેના ઘરે બોલાવતી હતી. જેથી યુવકે આફરીન ઘરે એકલી છે તેવું પૂછતાં તેણે જણાવતી કે પહેલા તે મુક્કાનગરમાં રહેતી હતી પણ હવે એકલી કમલ સોસાયટીમાં રહે છે. તેવું જણાવી વિશ્વાસમાં લીધો પણ યુવકે ત્યારે તેને મળવાની ના પાડી હતી

17 મી ફેબ્રુઆરીના રોજ રાત્રે આફરીનનો યુવકને ફોન આવ્યો અને તેણે યુવકને હું એકલી છું તેવું જણાવી ઘરે બોલાવ્યો હતો. યુવક પોતાનૂ સ્કુટર લઈને યુવતીના ઘરે પહોંચ્યો ત્યારે યુવતીના ઘર બહાર તેનો પતિ ઈમ્તિયાઝ ઉભો હતો. તેણે યુવકનો હાથ પકડીને ઘરમાં લઈ જઈ માર માર્યો હતો. તે સમયે ઘરમાં આફરીન અને તેનો ભાઈ ઈકબાલ અને પતિ ઈમ્તિયાઝ હતા. બનેં ઈસમોએ યુવકને ગડદાપાટુનો માર મારતા યુવકે મને કેમ મારો છો તેવું પૂછતાં ઈમ્તિયાઝએ શાહનવાઝને “તારે બચવું હોય તો જલ્દી 50,000 રૂપિયા અમને આપી દે બાકી અમે તમને ખોટા કેસમાં ફસાવી દઈશું. એવું કહીને ત્રણે જણાએ વધુ માર માર્યો હતો અને તેના ખીસામાં રહેલા 17,000 રૂપિયા બળજબરીથી કાઢી લઇ તેનો મોબાઇલ લઇ મોબાઈલમાંથી શાહનવાજ અને આફરીન વચ્ચે થયેલા વ્હોટ્સએપ મેસેજ ડીલીટ કરી નાખ્યા હતા.

ત્રણેય જણા ભેગા મળીને શાહનવાઝને ઘરની બહાર લઈ ગયા ત્યારે આફરીનના પિતા અને તેના માતા ત્યાં આવી જતા તેઓએ યુવકને છોડી દેવાનું કહ્યું હતું તેમ છતાં આ શખ્સોએ વાત ન માની અને બળજબરીથી આઈ-20 કારમાં યુવકને બેસાડી સરખેજ એસ.ઓ.જી.ની ઓફિસ બાજુ લઈ ગયા અને એસ.ઓ.જી ઓફિસના બહાર યુવકનો ફોન લઈ તેના પિતાને ફોન કરી 20,000 રૂપિયા લઇ આવવા માટે જણાવ્યું હતું. ત્રણેય જણા શાહ નવાઝને બાવળા રજોડા પાટીયા બાજુ ઈમ્તિયાઝના રૂમ ઉપર લઇ જઇ યુવકના પિતાને ફોન કરીને બોલાવી 20 હજાર રૂપિયા લઈને યુવકને છોડી મૂકયો હતો.

યુવકે પોતાનું સ્કૂટર માંગતા આરોપીઓએ કાલે ફોન કરું ત્યારે ગાડી લઈ જજો તેવું કહીને 22 મી ફેબ્રુઆરીએ યુવકના પિતાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. યુવકના પિતા તથા મામા આફરીનના ઘરે ગયા હતા ત્યારે ઈમ્તિયાઝે યુવકના પિતાને કહ્યું હતું કે તમે 40,000 રૂપિયા આપો તો હું તમને તમારું સ્કૂટર આપી દઈશ તેવુ કહી 40 હજાર રૂપિયા લઈને સ્કૂટર પરત આપ્યું હતું.

યુવતીના પતિ ઈમ્તિયાઝ અને ભાઈએ શાહનવાઝના પિતાને ધમકી આપી હતી કે અમારા વિરુદ્ધ ફરિયાદ કરશો તો તમને અને તમારા દીકરાને જાનથી મારી નાખીશું. યુવકના પિતાએ ઘરે આવીને આ સમગ્ર મામલે પુત્રને જાણ કરતાં અંતે આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આફરીન, ઈમ્તિયાઝ અને ઇકબાલ નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

(10:08 pm IST)
  • રવિદાસજીએ સદીઓ પહેલા સમાનતા, સદભાવના અને કરૂણા પર સંદેશા આપ્યા હતા : નરેન્દ્રભાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ટ્વિટર ઉપર લખ્યું છે કે સંત રવિદાસજીએ સદીઓ પહેલા સમાનતા, સદભાવના અને કરુણા પર સંદેશા આપ્યા હતા, જે યુગો યુગો સુધી દેશવાસીઓને પ્રેરણા આપશે. હું તેમની જન્મજયંતિ પર તેમને સાદર વંદન કરું છું. access_time 5:04 pm IST

  • નકલી ડીગ્રીવાળા 2823 અધ્યાપકોને મોટો ઝટકો : અલ્હાબાદ હાઇકોર્ટે હકાલપટ્ટીની યોગ્ય ઠેરવી :અલ્હાબાદ હાઇકોર્ટે આ મામલે એકલ પીઠના આદેશને યોગ્ય માન્યો અને હસ્તક્ષેપ કરવા ઇન્કાર કર્યો access_time 12:41 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : મૃત્યુઆંક 1.57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16, 803 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,96,440 થઇ :એક્ટિવ કેસ 1,61,506 થયા: વધુ 11,707 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,73,275 થયા :વધુ 112 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,087 થયા access_time 1:16 am IST