Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ભીલડી પંથકમાં વીજ ચેકિંગની ટીમ ત્રાટકી : વીજચોરી બદલ ૯. ૫૦ લાખનો દંડ ફટકારાયો

 

ડીસા તાલુકાના ભીલડી યુજીવીસીએલની હદ આવતા ગામડાઓમાં વહેલી સવારે વીજ કંપનીની ટીમ ત્રાટકતા વીજ ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

  અંગે મળતી વિગત મુજબ ભીલડી સબ ડિવિઝન હેઠળ આવતા વિવિધ ગામડાઓમાં ઉર્જા વિકાસ નિગમ દ્વારા ફુલ ૨૭ જેટલી ટીમો બનાવી ઘરેલું વીજ જોડાણોની તપાસ કરવામાં આવતા ૬૦૦ જેટલા ઘર વપરાશના વીજ જોડાણોનું ચેકિંગ કરતા ૬૦ જેટલા ઘરેલું વીજ વપરાશમાં વીજચોરી કરતા હોવાનું માલુમ પડતાં રૂપિયા સાડા નવ લાખ જેટલો ગ્રાહકોને દંડ ફટકારી ૧૩૫ મુજબ ગુનો નોંધતા વીજચોરી કરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ભીલડી પંથકમાં અગાઉ પણ ઘરેલુ વપરાશ અને ખેતીના વીજ જોડાણ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પણ રૂપિયા ૪૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર ભીલડી પંથકમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા પ્રજાજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભીલડી પંથકમાં વારંવાર વીજ ચેકિંગથી ગ્રાહકોને દંડ વસૂલી કરવામાં આવી રહયો છે. જેને લઇ પ્રજાજનોનો રોષ જોવા મળી રહ્યા છે.

 

(11:32 pm IST)