Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ગુજરાત : છ માસમાં ૨.૪૧ લાખ કુપોષિત બાળકો વધ્યા

વિધાનસભા ગૃહમાં ચોંકાવનારી વિગત ખુલી : બનાસકાંઠામાં હાલ ૨૨૧૯૪ કુપોષિત બાળકોનો વધારો

અમદાવાદ, તા.૨૭ : ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોતરીકાળમાં રાજ્યમાં કુપોષિત બાળકો અંગે ચોંકાવનારો અને મહત્વનો ખુલાસો થયો હતો, જેને લઇ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષ કોંગ્રેસે ગુજરાત રાજયને કુપોષણથી મુકત બનાવવાના ભાજપ સરકારના દાવાઓને પોકળ અને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં ગુજરાત રાજયમાં કુપોષણના સંવેદનશીલ મુદ્દા અંગે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણમંત્રીએ જણાવ્યું હતું કે, તા. જુલાઈ ૨૦૧૯ના રોજ રાજ્યમાં લાખ, ૪૨હજાર, ૧૪૨ કુપોષિત બાળકો હતા. જે તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ લાખ, ૮૩ હજાર થયા છે. આમ છેલ્લા મહિનામાં કુપોષિત બાળકોની સંખ્યામાં લાખ, ૪૧ હજાર,૬૯૮નો વધારો થયો છે.

         તેમાં પણ જુલાઈ ૨૦૧૯માં બનાસકાંઠામાં ૬૦૭૧ કુપોષિત બાળકો હતા. જેમાં છેલ્લા મહિનામાં ૨૨,૧૯૪ કુપોષિત બાળકોનો વધારો થયો છે અને કુપોષિત બાળકોની સંખ્યા ૨૮,૨૬૫ પર પહોંચી છે. વિધાનસભા ગૃહમાં આવેલી વિગતો મુજબ, રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો બનાસકાંઠા જિલ્લામાં ૨૮,૨૬૫ છે. ત્યાર બાદ ૨૬,૦૨૧ બાળકો સાથે આણંદ બીજા ક્રમે, ૨૨,૬૧૩ બાળકો સાથે દાહોદ ત્રીજા ક્રમે, વડોદરા ૨૦,૮૦૬ બાળકો સાથે ચોથા ક્રમે અને ૨૦૦૩૬ બાળકો સાથે પંચમહાલ પાંચમાં નંબર પર છે. આમ, રાજયમાં કુપોષણની સ્થિતિ ખાસ કરીને નાના બાળકોમાં કુપોષણની ગંભીર સમસ્યા વકરી રહી હોવાનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી રાજય સરકારના કુપોષણ મુકત ગુજરાતના દાવાઓને પોકળ અને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા.

(8:52 pm IST)