Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

અમદાવાદ-ગાંધીનગરમાં ૧૯૩ જગ્યાઓ ભરાઈ છે

વર્ગ-૧થી ૪માં ખાલી જગ્યાઓ ભરાઈ : પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર : ભરતી કેલેન્ડર પ્રમાણે જગ્યાઓ ભરવા પંચાયત વિભાગ કટિબદ્ધ : ભરતીની પ્રક્રિયા સતત ચાલતી રહે છે : પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર

અમદાવાદ, તા. ૨૭ : રાજ્યના ભરતી કેલેન્ડર પ્રમાણે વર્ગ-૧થી ૩ની જગ્યાઓ વહેલીતકે ભરવા માટે પંચાયત વિભાગ કટિબદ્ધ છે. હાલમાં વિવિધ પગલા સંદર્ભમાં લેવામાં આવી રહ્યા છે. પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે પ્રશ્નના જવાબમાં માહિતી આપતા કહ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વર્ગ એકથી ચારમાં કુલ ૧૯૩ જગ્યાઓ ભરવામાં આવી છે જ્યારે અન્ય ખાલી જગ્યાઓ વહેલીતકે ભરવામાં આવશે. રાજ્યની ભરતી કેલેન્ડર પ્રમાણે જગ્યઓ ભરવા માટે પંચાયત વિભાગ કટિબદ્ધ છે. પ્રશ્નના જવાબમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, બંને જિલ્લાઓમાં કુલ મંજુર મહેકમની ૧૯૩ જગ્યાઓ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારમાં વિવિધ વર્ગમાં ભરતી કરવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. ૨૦૧૪થી ૨૦૧૯ના ગાળા દરમિયાન અમદાવાદ જિલ્લામાં વર્ગ-૩માં સીધી ભરતીથી ૧૬૨૧ જગ્યાઓ તથા બઢતીથી ૧૧૩૦ જગ્યાઓ મળીને કુલ ૨૭૫૧ જગ્યા ભરાઈ છે.

(10:47 pm IST)