Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રાજપીપળાની ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે “કૃમિ નાશક દિવસ”ની ઉજવણી :

જિલ્લાના અંદાજીત ૧,૫૨,૭૦૯ જેટલાં બાળકોને આવરી લેવાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા જિલ્લા પંચાયત નર્મદા થકી રાજપીપલાની ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, આર.સી.એચ.ઓ ડૉ.ડી.એન.બારોટ, જિલ્લા લેપ્રેસી અધિકારી ડૉ.એન.સી.વેકરીયા, નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુમન .એ.કે, આરોગ્ય ટિમ, શાળાના બાળકોની ઉપસ્થિતિમાં “કૃમિ નાશક દિવસની ઉજવણી” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.

  આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમે જણાવ્યું હતું કે, કૃમિ નાશક દિવસની ઉજવણીમાં ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિ મુક્ત કરવા માટે આલબેન્ડેઝોલ ગોળી ચાવીને ખવડાવવામાં આવે છે. વધુમાં ઉમેર્યું કે, કૃમિ એ એનિમિયાનું મુખ્ય કારણ હોય છે. જેમાથી બાળકોમાં માનસિક, શારીરિક, માનસિક વિકાસ ઉપર ઘણી જ ખરાબ અસર થતી હોવાથી એક સાથે તમામ બાળકોને આલબેન્ડેઝોલ ગોળી ચાવીને ખવડાવવાથી એનિમિયાને અટકાવી શકાય છે

  તેમણે વધુ કહ્યું કે, જિલ્લાનાં દરેક ગામમાં કૃમિ નાશક દિવસની ઉજવણી કરાશે જેમાં આંગણવાડી-૯૭૮, કેન્દ્ર અને શાળાના બાળકો-૮૯૬ સહિત અંદાજીત ૧,૫૨,૭૦૯ જેટલાં બાળકોને આવરી લેવાશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમે આલબેન્ડેઝોલ ની ગોળી શાળાના બોળકોને ખવડાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલે જણાવ્યું કે, કૃમિ સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે જેના કારણે હંમેશા થાક લાગે છે અને સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ સંપૂર્ણ પણે થતો નથી. તેમજ ૧ થી ૧૯ વર્ષનાં તમામ બાળકને આલબેન્ડેઝોલ ગોળી ખવડાવવામાં આવશે કોઇ પણ બાળક રહી ન જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે અને બાકી રહેલ બાળકોને આગામી “મોપ અપ રાઉન્ડ” થકી ૩ જી માર્ચ,ના રોજ આલબેન્ડેઝોની ગોળી ખવડાવવામાં આવશે તેમજ કૃમિથી કેમ દુર રહી શકાય તેની વિસ્તૃત જાણકારી પણ તેમણે પૂરી પાડી હતી.

(8:11 pm IST)