Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં મનરેગાના કામદારોને સરકારદ્વારા છેલ્લા ત્રણ મહિનાથી પગારની ચુકવણી ન થતા પરિવારનું ભરણપોષણ કરવામાં મુશ્કેલી

સાબરકાંઠા:જિલ્લાના પોશીના તાલુકામાં સરકાર ધ્વારા લોકોને રોજગારી મળે તે હેતુથી મનરેગાના કામો શરૃ કરાયા છે પરંતુ તેમા કામ કરતા  કામદારોને છેલ્લા ત્રણ માસથી પગાર મળ્યો નથી જેના લીધે કામદારોને પરીવારનું ભરણપોષણ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

જેથી તેમને સત્વરે બાકી પગાર ચુકવવા માટે કામદારોના યુનિયન ધ્વારા મંગળવારે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. આ આવેદનપત્રમાં રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદાના હેઠળના કામદારોના યુનિયને આવેદનપત્રમાં જણાવ્યું છે કે પોશીના તાલુકામાં મનરેગાના કામોમાં જે કામદારો કામ કરે છે તેમને સમયસર પગાર ચુકવવામાં આવતો નથી જેના લીધે ખાસ કરીને પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં મનરેગાના નવા કામો શરૂ થયા નથી. અને જે સ્થળે કામ ચાલુ છે તેવા ગ્રામ્ય વિસ્તારોમાં અધિકારીઓ ધ્વારા કામના સ્થળે છાયડાની સુવિધા ઉભી કરાતી નથી. ત્રણ માસ સુધી મનરેગાના કામદારોને પગાર ન મળવાને કારણે તેમને પરીવારનું ગુજરાન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે જેથી સંલગ્ન વિભાગના અધિકારીઓએ સાબરકાંઠા જિલ્લાના પછાત તાલુકાઓમાં ચાલતા કામોની સમીક્ષા કર્યા બાદ જરૂર પડે ખાસ કરીને પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં જમીન સમતલના કામો શરૂ કરવા જોઈએ.

(5:40 pm IST)