Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દાંતીવાડા તાલુકામાં લીલા વૃક્ષ કાપીની જોખમી રીતે થતું ઓવરલોડ વહન: તંત્ર બન્યું મુકબધીર

દાંતીવાડા:તાલુકામાં રાત-દિવસ રોડ પર બિન્દાસ પણે કોઈ ડર વિના લીલા વૃક્ષો કાપીને જોખમી રીતે ઓવરલોડ વહન કરવામાં આવી રહ્યું છે. છતાંપણ જવાબદાર તંત્ર મુકબધીર બની જતું હોય તેમ પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે. દાંતીવાડા તાલુકામાં પાંથાવાડા સહિતની સો-મિલોમાં બેરોકટોક લીલા લાકડા ભરીને વાહનો ઠલવાઈ રહ્યા છે. તાલુકામાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. વૃક્ષોનું લાકડું રાત-દિવસ રોકટોક વગર જોખમી રીતે વહન કરવામાં આવે છે. જેના કારણે અંધારામાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે. લાકડાઓ ટ્રક અને ટ્રેક્ટર જેવા વાહનોમાં ઓવરલોડ ભરી હેરાફેરી થઈ રહી છે. બાબત જવાબદાર જાણતું હોવાછતાં કોઈ અસરકારક પગલાં નહીં ભરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી છે.

દાંતીવાડા તાલુકામાં સુકી ધરતીને લીલુડી બનાવવા માટે સરકાર વૃક્ષારોપણ પાછળ લાખો રૃપિયા ખર્ચ કરે છે. પંથકના પાંથાવાડા, દાંતીવાડા સહિત જંગલ અડીને આવેલા વિસ્તારમાં પણ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું હોવા છે.વૃક્ષોનું લાકડું વાહનોમાં ઠસોઠસ ભરવામાં આવે છે. જેથી વારંવાર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. દાંતીવાડા તાલુકામાં ફોરેસ્ટ વિભાગના નીતિ નિયમોને બાજુમાં મુકીને વૃક્ષોનું છડેચોક નિકંદન થઈ રહ્યું છે. ટ્રેક્ટરો અને ટેમ્પા જેવા વાહનો લીલા લાકડા ભરીને બિંદાસથી જાહેર માર્ગ પરથી હેરાફેરી થઈ રહી છે. જવાબદાર તંત્ર દ્વારા તાલુકા પંથકમાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં લાકડાનો ધંધો, કરનારાઓને ઘી-કેળાં થઈ રહ્યા છે.

(5:40 pm IST)