Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

પાદરા તાલુકાની યુવતીને રજાના દિવસોમાં ઘરે આવવું ભારે પડ્યું:પીવાની હવસનો શિકાર બની:પોલીસ ફરિયાદના આધારે હવસખોર પિતાની ધરપકડ

પાદરા: તાલુકાના એક ગામમાં સગા પિતાએ પોતાની પુત્રી પર નજર બગાડી બે વાર બળાત્કાર ગુજારતા વિફરેલી પુત્રીએ પોતાના પિતા સામે ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા પિતાની ધરપકડ કરવામાં આવી છે. 

પાદરા પંથકમાં પોતાના ઘરે પિતાએ પોતાની પુત્રી પર એક વર્ષ અગાઉ બળાત્કાર ગુજાર્યા બાદ ગઇકાલે બપોરે પુનઃ બળાત્કાર  ગુજારી પુત્રીને દવાની બોટલ બતાવી કોઇને વાત કરી છે તો આ દવા પી મરી જઇશ તેવી ધમકી આપી હતી. પાદરા પોલીસ મથકે આ અંગે ફરીયાદ નોધાવતા પોલીસે પોકસો સહિતની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. 

(5:37 pm IST)