Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ઓછી કિંમતે મધ્યપ્રદેશથી વડોદરા સળિયાનો જથ્થો ખરીદવા આવેલ કોન્ટ્રાક્ટરને કારમાં બેસાડી ભેજાબાજે 25 લાખ સેરવી લીધા

વડોદરા: શહેરમાં ઓછી કિંમતે સળિયાનો મોટો જથ્થો ખરીદવા વડોદરા આવેલા મધ્યપ્રદેશના કોન્ટ્રાક્ટર અને તેના મિત્રને ત્રણ ગઠિયાઓ શેઠ પાસે લઇ જવાના બહાને કારમાં બેસાડી બંગલા પાસે ઉતારીને રૃા.૨૫ લાખની રોકડ લઇ કાર સાથે ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ સમા  પોલીસ સ્ટેશને નોંધાઇ છે.

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંદવાણી નગરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા અસલમ મુલતાનીએ પોલીસને કહ્યું છે કે,ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટના કામો માટે વડોદરામાં ઓછી કિંમતે સળિયા મળતા હોવાથી ઇન્દોર ખાતે રહેતા મારા મિત્ર યોગેશ અગ્રવાલને વાત કરી હતી.તેમણે વડોદરાના રાહુલ પટેલ સાથે વાત કરી હતી અને તેના કહેવા મુજબ ગઇકાલે બપોરે કાર લઇ હું, યોગેશ અને રાશીદ વડોદરા ગોલ્ડન ચોકડી પાસે આવ્યા હતા.

(5:37 pm IST)