Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સમૂહમાં ૧૦૮ સૂર્ય નમસ્કાર દ્વારા મોદીના ફિટ ઈન્ડિયા” સૂત્રને સાકાર કરવા પ્રયાસ

૧૮૨ સાધકો સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભ ભાઇ પટેલની વિરાટ પ્રતિમા નીચે ૧૦૮ સૂર્યનમસ્કાર કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 'ફિટ ઈન્ડિયા” સૂત્રને સાકાર કરવા જઈ રહ્યા છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા,૨૯ ફેબ્રુઆરીના લીપ દિવસે ૧૮૨ સાધકો ક્રેવડિયા કૉલોની સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિમા નીચે ૧૦૮ સૂર્ય નમસ્કાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના 'ફિટ ઈન્ડિયા” સૂત્રને સાકાર કરવા જઈ રહ્યા છે. 

 વડોદરાની યોગનિકેતન સંસ્થા છેલ્લાં ૩૪ વર્ષથી પરંપરાગત યોગ અને સંગીત શિક્ષણ દ્વારા સંસ્કાર નગરીની જનતાના સર્વાગી સ્વાધ્યમાં પૌતાનું આગવું યોગદાન આપી રહીં છે. જાહેર જનતામાં યોગનો પ્રચાર-પ્રસાર કરવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમૌ દર વર્ષે પ્રયૌજવામાં આવે છે,

 આ કાર્યક્રમોમાં સામુહિક  સૂર્ય નમસ્કાર કાર્યક્રમે શહેરીજનોમાં વિશેષ રીતે આકર્ષણ ઊભું કર્યું છ. ચાલુ માસે તા,૨૯ ફેબ્રુઆરીના લીપ દિવસે વહેલી સવારે 9 વાગ્યે ૧૦૮ સૂર્યનમસ્કારની સંઘને તાલીમ લઈને તૈયાર થયેલા ૧૮૨ સાધકો ક્રેવડિયા કૉલોનીમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિમા નીચે ૧૦૮ સૂર્ય નમસ્કાર કરીને વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 'ફિટ ઈન્ડિયા” સૂત્રને સાકાર કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં થયેલા તમામ સામુહિક ૧૦૮ સૂર્યનમસ્કાર તથા ચંદ્રનમસ્કાર માટે સાધકોને એક મહિનાની તાલીમ આપીને તૈયાર કરવાની જવાબદારી સંસ્થાના યોગશિક્ષક અને કલાકાર પ્રવીણ મૅરીપલ્લીએ સંભાળી છે.

   તા.૨૯ ફેબ્રુઆરીના રોજ થનારા ૧૦૮ સૂર્યનમસ્કાર અંગેની તાલીમનો ભાર પણ છેલ્લા એક મહિનાથી તેમણે જ સંભાળેલો છે, પ્રવીણ મૅરીપલ્લીએ ભારત અને નેપાળમાં હિમાલય, આર્મેનિયા,ઑસ્ટ્રીયા અને જર્મનીમાં ગાત્રો ગાળતી ઠંડીમાં બરફથી છાયેલા પ્રાણવાયુની અછત ધરાવતા પર્વત શિખરો પર સમુદ્રની સપાટીથી ૧૭૩૭ થી ૧૪૭૦ મીટરની ઊંચાઇએ ૧૦૮ સૂર્યનમસ્કાર કરવાની સિદ્ધિ મેળવીને લિમ્કા બૂકમાં સ્થાન મેળવેલું છે.

(4:57 pm IST)