Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

આઉટ સોર્સીંગ કર્મચારીઓનું શોષણ રોકવા પૂરો પગાર ખાતામાં જશે

આરોગ્યના પ્રશ્નોની ચર્ચા વખતે નીતિન પટેલની સ્પષ્ટ વાત

ગાંધીનગર, તા. ૨૭ :. રાજ્ય સરકારના આરોગ્ય કર્મચારીઓના શોષણના સવાલ વખતે આરોગ્યનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવેલ કે આ અંગેની તપાસ કરવામાં આવશે. આઉટ સોર્સીંગ કર્મચારીઓનો પગાર સીધો જે તે કર્મચારીના ખાતામાં જમા થશે. સબંધિત એજન્સીના ખાતામાં માત્ર કમિશનની રકમ જમા જશે.  આરોગ્ય મંત્રીએ આ નીતિ માત્ર એક વિભાગના કર્મચારીઓ માટે છે કે તમામ વિભાગના કર્મચારીઓ માટે છે ? તેની સ્પષ્ટતા કરેલ નહિ તેમ બહાર આવેલ છે.

(4:27 pm IST)