Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મસાલાની સિઝનમાં મરચાંના ભાવ આસમાને

ગત વર્ષ કરતાં ભાવમાં ૩૦ થી પ૦ ટકાનો વધારો

અમદાવાદ, તા. ર૭ :  સૌરાષ્ટ્રનું મરચું દેશ વિદેશમાં વખણાય છે, પરંતુ આ વર્ષે લાલ મરચાના ભાવમાં ૩૦ થી પ૦ ટકાનો ભાવ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓને મરચાંને લાલ રંગ સાથેસ ભાવની તિખાશ આંખમાં પાણી લાવી દેશે. માર્ચ માસના પ્રારંભ લાલ મરચાના વેચાણનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ગૃહિણીઓ બારરમાસી મરચાંની ખરીદી મોટા પાયે કરે છે. જેના કારણે મરચાનાં વેચાણ માટે શહેરમાં ઠેર-ઠેર સ્ટોલ લાગી ચુકયા છે.

ખેડૂતોએ ખેતરોમાંથી મરચાંની કાપણી કરી વેપારીઓને વેચાણ માટે આપી દીધાં છે. ગુજરાત બહાર પણ વેચાણ શરૂ થઇ ગયું છે. મરચાંના વેપારીના જણાવ્યા મુજ આ વર્ષે વરસાદે દગો આપ્યો છે. આથી મરચાનાં ભાવમાં ઉછાળો આવ્યો છે. સારી ગુણવતાવાળાં મરચાનાં ભાવમાં ડબલ ગણો વધારો થયો છે. જયારે અન્ય મરચાંના ભાવો ૩૦ થી પ૦ ટકા વધ્યા છે.

ખેડૂતો દ્વારા મરચાના વાવેતર વિસ્તારમાં ૩૦ થી ૪૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ખેડૂતોએ મરચાંની જગ્યાએ કપાસ અને અન્ય પાકનું વાવેતર કર્યુ છે. હાલ બજારમાં સપ્લાય ખુબ જ ઓછું છે. ગત વર્ષે ૧૮ લાખ ટન મરચાનું ઉત્પાદન થયું હતું.

અત્યારે બજારમાં મરચાંના ભાવ પ્રતિ કિલો રૂ. ૮પ થી ૧૧પ રેન્જમાં બોલાઇ રહ્યા છે. તો સારા ગુણવતાવળાં મરચાના ભાવ પ્રતિ રૂ. ૧પ૦ અને એવરેજ કવોલિટીના મરચાનાં ભાવ રૂ. ૧૦૦ પ્રતિ કિલો આસપાસ બોલાઇ રહ્યા છે. ચાઇના અને પાકિસ્તાન પછી વિશ્વમાં ભારત સૌથી વધારે મરચાંનું ઉત્પાદન કરે છે.

(4:02 pm IST)