Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વીજળી વિભાગમાં 'અંધારુ' ?: ખેતીના જોડાણ માટે ૧,૦૬,૬૬૪ અરજીઓ પડતર

જુનાગઢ જિલ્લામાં ૮૦૮, દ્વારકામાં ૩પપ૭, જામનગરમાં ૩૮ અરજીઓ ૧ વર્ષથી વધુ સમયથી પડતર : રાજકોટ જિલ્લામાં ૧ વર્ષથી વધુ સમયથી પડતર હોય તેવી એકેય અરજી નહિ

ગાંધીનગર તા. ર૬ :.. રાજયના ઉર્જા વિભાગની કાર્યક્ષમતા સામે સવાલ ઉભા કરતી આંકડાકીય માહિતી વિધાનસભામાં અપાયેલ જવાબ પરથી સામે આવી છે.

કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓએ ઉર્જા મંત્રીશ્રીને કૃષિ વિષયક વીજ જોડાણોની પડતર માગણીઓ અંગે પુછેલ સવાલોની સંકલિત માહીતી એવી છે કે ઉર્જા મંત્રીશ્રીએ ગયા બજેટમાં જાહેરાત કરેલ કે ખેડૂતોને વિજ જોડાણો તુરંત આપી દેવામાં આવશે. પરંતુ ૧,૦૬,૬૬૪ ખેતી વિષયક વિજ જોડાણ મેળવવાની અરજીઓ પડતર છે અને તેમાં રપ,ર૬૧ અરજીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી અને ર,૧પ૭ અરજીઓ બે વર્ષ કરતાં વધુ સમયથી પડતર છે. બનાસકાંઠા જીલ્લામાં સૌથી વધુ ૧પ,ર૬૬ અરજીઓ પડતર છે અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સૌથી વધુ બે વર્ષ કરતાં વધુ સમયથી પડતર અરજીઓ ર,૧ર૩ છે.

ખેતીના વીજ જોડાણ માટે જે અરજીઓ પડતર છે તેની જિલ્લાવાર આંકડાકીય માહિતી મુજબ અમરેલી ૧૯૯૧, જુનાગઢ ૩૩૯૩, ગીર સોમનાથ ર૧૦૧, જામનગર ૩૭પ૦, દ્વારકા ૯૬૪૪, સુરેન્દ્રનગર પ૭ર૧, બોટાદ ૧૭૧૩, રાજકોટ ૪૩૧પ, કચ્છ ર૬૪૪ વગેરેનો સમાવેશ થાય છે.

(1:19 pm IST)