Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

પરીક્ષાના પ્રથમ દિવસે SGVP ઇન્ટરનેશનલ સ્કુલના ધો.૧૦ ના વિદ્યાર્થીઓને શુભ કામના પાઠવતા રવિભાઇ ત્રિવેદી અને શાળાના પ્રિન્સીપાલ - શિક્ષકગણ

અમદાવાદ તા. ૨૭ : આજે તા.૨૭ ફેબ્રુઆરી ICSE બોર્ડ ધો.૧૦ ની વાર્ષિક પરીક્ષા શરુ થઇ રહી છે ત્યારે પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓએ વાન શ્રી સ્વામિનારાયણ અને સરસ્વતી માતાની પ્રતિમા સામે પ્રાર્થના કરી હતી.

        વિદેશ વિચરણ કરતા પૂ.માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃ્ષ્ણદાસજી સ્વામીએ પરીક્ષામાં સારી સફળતા મળે તે માટે પરીક્ષાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.

        આ પ્રસંગે ઇન્ટરનેશનલ રિલેશન ડાઇરેક્ટર રવિભાઇ ત્રિવેદી, અંજલિબેન ત્રિવેદી અને શાળાના પ્રિન્સીપાલ શ્રીમતી પદ્માબેન કુમારે પરીક્ષાર્થીઓને ભાલે કુમકુમનો ચાંદલો અને કાંડે રક્ષાસુત્ર બાંધી, ફૂલ અને પ્રસાદ આપી સારી સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. અને વિશ્વાસ, શ્રદ્ધા અને હિંમતપૂર્વક પરીક્ષા આપો, એવી ભલામણ કરી હતી.

(2:19 pm IST)