Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વકીલોના લાભાર્થે સરકારે પાંચ કરોડની સહાય જાહેર કરી

ભાજપ લીગલસેલ અને બીસીજીની ટીમની માંગણીનો સ્વીકાર થતાં વકીલોમાં આનંદની લાગણીઃ ગુજરાત બાર.કાઉ.ના પુર્વ ચેરમેન જે.જે.પટેલની આગેવાનીમાં વકીલોના વેલ્ફેર સહાયની માંગણી થયેલ હતી

રાજકોટ, તા.૨૭: ભાજપ લીગલસેલ- સમરસ બીસીજી ટીમની માંગણીનો સ્વીકાર - સરકારે વકીલો ના લાભાર્થે પાંચ કરોડની સહાય જાહેર કરી તેમ પુર્વ ચેરમેન જે જે પટેલે જણાવ્યુ છે.

ભાજપ લીગલસેલ ના પ્રદેશ કન્વીનર, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન જે જે પટેલ ની આગેવાની માં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ની સમરસ ટીમ- લીગલસેલની પ્રદેશ ટીમે રાજય સરકાર સમક્ષ સમગ્ર ગુજરાતના વકીલો ને વેલ્ફર ફંડ ની સહાય કરવાની માંગ કરી હતી.

મુખ્ય મંત્રી સમક્ષ માંગણી કરતા મુખ્યમંત્રી- નાયબ મુખ્યમંત્રી એ આજે બજેટમાં પાંચ કરોડ જેટલી માતબર રકમની સહાય ની જાહેરાત કરતા સમગ્ર ગુજરાત નાં વકીલોમાં આનંદની લહેર જોવા મળી હતી. બાર.કાઉ.ની રજૂઆત સ્વીકારતાજે જે પટેલે વદ્યુ માં જણાવ્યુ હતુ કે ગુજરાત ના ઈતિહાસમાં આ બીજી ઘટના છે કે જેમાં રાજય સરકારે ગુજરાતના વકીલો ને આથીઁક સહાય કરી હોય. પ્રથમ ઘટનામાં તત્કાલી મુખ્યમંત્રી મા. નરેદ્રન્ભાઈ માદીએ ગુજરાતના તમામ બાર એસો. ને 'ઈ' લાઈબ્રેરી માટે ૨ કરોડ રર લાખ જેવી માતબર રકમની સહાય કરેલી. આજ રોજ સરકારે કરેલી સહાય નો ગુજરાતભર ના વકીલો સહર્ષ સ્વીકાર કરી મુખ્યમંત્રીશ્રી નો સરકારશ્રી આભાર માને છે.

વધુમાં જે જે પટેલે જણાવ્યુ હતુ કે રાજય સરકારશ્રી સમગ્ર ગુજરાતના વકીલો વતી અમોએ કરેલી માંગણીનો સ્વીકાર કરી સહાય ની જાહેરાત કરી છે ગુજરાતના વકીલો સરકારનો આભાર માને છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ના ચેરમેન સી કે પટેલે સમગ્ર ગુજરાતના વકીલો ના લાભાથેઁ સરકારે આજરોજ કરેલી સહાય માટે મુખ્યમંત્રી વીજયભાઈ રુપાણી,નાયબમુખ્ય મંત્રી નીતીનભાઈ પટેલ, કાયદામંત્રી શ્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમા, પ્રદીપસીંહ જાડેજા અને લીગલસેલ ના કન્વીનર જે જે પટેલ અને દિલીપ પટેલનો આભાર માન્યો છે.

(11:17 am IST)